નિલમબાગ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.જે.રહેવર તથા ડી સ્ટાફના માણસો પોસ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ડી સ્ટાફના રાજેન્દ્રભાઇ આહીર, અનીલભાઇ મોરી, ઘનશ્યામભાઇ ગોહીલને મળેલ સયુક્ત બાતમી હકીકત મળેલ કે અમદાવાદ શહેર કાલુપુર પોસ્ટે છેતરપીંડીના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી આરીફભાઇ ઇબ્રાહીમભાઇ સુમરા રહે-મદરાસા પીરનો ખાંચો અમીપરા ભાવનગર વાળો વડવા વાસણઘાટ પાસે રેકડી રાખી ઉભેલ છે અને મજકુરે શરીરે કાળા કલરનુ પેન્ટ તથા સફેદ કલર જેવો શર્ટ અને તેના ઉપર વાદળી કલરની અડધી બાયની જરસી પહેરેલ છે તેવી બાતમી રાહે હકીકત મળતા ઉપરોક્ત વર્ણન વાળા એક ભાઇ રેકડી રાખી જોવામા આવતા આરોપી આરીફભાઇ ઇબ્રાહીમભાઇ સુમરા ઉવ-૫૩ રહે- હાલ- દેવજી ભગતની ધર્મશાળા સામે વડવા સીદીવાડ ભાવનગર વાળા ને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરી અમદાવાદ પોલીસ ને સોપવા તજવીજ કરવામા આવેલ છે આમ નીલમબાગ પોલીસ ને અમદાવાદ શહેર નો ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડવામા સફળતા મળેલ છે.