સિહોરમાં ઝેરી પદાર્થ ખાઈ લેતા પાંચ વાછરડાના મોત નિપજયા

709

આજરોજ સિહોર મુસાફરી બંગલા પાસે આજે ૫ વાછરડા કોઈ જેરી પદાથં ખાઈ જતા મોત થયા હતાં.

૫ વાછરડા તડફડતા હોવાની માહિતી જીવદયા પ્રેમી દેવરાજ ભાઈ ને મળતા તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે ગૌરશક દેવાભાઈ બુધેલીયા તેમજ માનશંગભાઈ રજપુત દાૂરા પશુ ડોકટર  ખેરને તાત્કાલિક બોલાવી હતી ત્યારે ખેર તેમજ તેમની ટીમ દ્વારા  આ વાછરડાને બચાવવા ખૂબ મહેનત કરી હતી પરંતુ આખરે ૫ વાછરડા ના મોત થયેલ ત્યારે જીવદયા પ્રેમીઓ માં રોષ ફેલાયો હતો કે આવા અબોલ પશુ ને કોઈએ ઝેરી પદાર્થ ખવરાવ્યો હશે કે કેમ આ અંગે તપાસ પણ કરવી જરૂરી છે.

Previous articleઅપહરણના ગુનાનો ફરાર આરોપી ઝબ્બે
Next articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં ખાદી પ્રત્યે જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો