સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વીદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલ, સિહોર ખાતે શુક્રવારે મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓને ગાંધીજીના વિચારો તેમજ ખાદી પ્રત્યે જાગૃતતા લાવવા માટે એક સેમીનારનું આયોજન કરાયું જેમાં સમન્વય ગૃપના વિઠ્ઠલભાઈ સવાણી, વેલજીભાઈ કણકટોીયા, તેમજ હરદેવસિંહ ગોહિલ્ દ્વારા ધોરણ-૧૧ અને ૧રના વિદ્યાર્થીઓ ભાઈઓ-બહેનોને ગાંધીજીના વિચારો, તેમજ પ્રયોગ અને ખાદી શા માટે વિષય પર વકતવ્યો આપ્યા હતાં. વિદ્યાર્થીઓએ વર્ષમાં એકવાર ખાદી ખરીદવાના અને પહેરવાના સંકલ્પો લીધા હતાં. આ સમન્વય ગૃપ દ્વારા શાળાની લાઈબ્રેરીને ગાંધીજીના રપ પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના સંચાલક પી.કે. મોરડીયા ઉપસ્થિત તમામ વકતાઓને પુસ્તક આપી સન્માનીત કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.