નશામાં ચુર ચોકીદારે સંપનો વાલ્વ ખુલ્લો રાખી દેતા પાણી ફરી વળ્યા

994

શહેરનાં મહિલા કોલેજ સર્કલ, યશવંતરાય નાટ્યગૃહ પાછળ આવેલા મહાનગર પાલિકા વોટર વર્કસનાં સંપનો વાલ્વ ખુલ્લો રાખી નશામાં ધુત ચોકીદાર સુઈ જતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા લોકોએ તંત્રને જાણ કરતાં પોલીસે ઘટનાં સ્થળે જઈ ચોકીદારની અટકાયત કરી હતી.

મહિલા કોલેજ સર્કલમાં યશવંતરાય નાટ્યગૃહની પાછળ મહાનગર પાલિાકનાં અંડરગ્રાઉન્ડ સંપનો વાલ્વ ખુલ્લો રાખી અતુલ પટેલ નામનો ચોકીદાર નશામાં ધૂત થઈને સુઈ ગયો હતો અને જોત જોતામાં સંપમાં તેમજ કમ્પાઉન્ડમાં અને ત્યારબાદ રસ્તાઓ પર હજારો લીટર પાણી ફરી વળતાં વગર વરસાદે પુર જેવી પરિસ્થિતીનું નિર્માણ થવા પામ્યુ હતું.

રસ્તા ઉપર પાણી ફરી વળતાં લોકોએ તપાસ કરતા સંપમાંથી પાણી વહેતુ હોય અને ચોકીદાર નશામાં પડ્યો હોવાનું જણાતા તુરંત તંત્રને જાણ કરતા વાલ્વ બંધ કરવાની કામગીરી કરવા ઉપરાંત નશાખોર ચોકીદાર અતુલ પટેલને જગાડીને પોલીસે અટકાયત કરી હતી રાત્રીનાં સમયે લોકોનાં ટોળા એકઠા થયા હતા જો કે આ વિસ્તારમાં ગઈકાલનાં કાંપ બાદ આજે વેડફાટનાં કારણે પાણી ન આવતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.

Previous articleનાગેશ્રીમાં સિંહે બળદનું મારણ કર્યુ બાલાની વાવમાં સિંહ બાળનું મોત
Next articleવલસાડના પ્રોહીબીશનના ગુનાના ફરાર શખ્સો ભાવનગરથી ઝડપાયા