ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ બપોરનાં ભાવનગર સીટી વિસ્તારમાં નાસતાં ફરતાં આરોપી ઓની તપાસ અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન આતાભાઇ ચોકમાં આવતાં હેડ કોન્સ. દિલુભાઇ આહિર તથા પો.કો. તરૂણભાઇ નાદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, વલસાડ જીલ્લા નાં વાપી. ટાઉન પો.સ્ટે. પ્રોહી. ગુન્હાનાં કામે નાસતા ફરતા આરોપી મહાવીરસિંહ જગદિશસિહ સરવૈયા રહે.નવા સાંગાણા તા.તળાજા તથા જગદિશ કાનજીભાઈ બાંભણીયા રહે.ઠાડચ તા.તળાજા વાળા સંસ્કાર મંડળ ખાતે વાહનની રાહ જોઈ ઉભા છે. જે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેઓની પુછપરછ કરતાં તેઓને ઉપરોકત ગુન્હામાં અટક કરવાનો બાકી હોવાનું જણાવેલ.જેથી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.