ભાવનગર બાર તથા ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ સહિત હોદ્દેદારોની વર્ષ ર૦૧૯ માટે આજે કોર્ટ ખાતે ચૂંટણી યોજાઈ હતી અને સાંજે મતગણતરી થઈ હતી જેમાં ભાવનગર સીવીલ બારમાં અગાઉથી જ સંજય ત્રિવેદી પ્રમુખ પદે અને હિતેષ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ થયેલા જયારે ક્રમિનલ બારમાં પ્રમુખ પદે જ ઉમેદવારી પૈકી શિવભદ્રસિંહ ગોહિલ ૧૦૬ મત મળતાવિજેતા થયેલ ત્યારે ધર્મેન્દ્ર ડાભીનો પરાજય થયો હતો. તેમજ ઉપપ્રમુખ પદે મયુર ઓઝા ચૂંટાઈ આવ્યા હતાં.
સિવિલ બારમાં મંત્રી પદે કલ્પેશ વ્યાસ તથા નિકુંજ મહેતા જયારે ખજાનચી પદે જયેશ મહેતા ચૂંટાઈ આવ્યા હતાં. આ ઉપરાંત કારોબારી સભ્યોમાં પી.જે.જોશી, રાજેન્દ્ર પ્રસાદ જોશી, મહેન્દ્રસિંહ ગણાત્રા, મયંકભાઈભ ટ્ટ, કમલેશભાઈ કેશરી, દિલીપભાઈ જે. દવે, જય એમ. બારૈયા, વિરાજ કે. ત્રિવેદી, રાજીવ એસ. પંડયા, જીગર કે. ત્રિવેદી, કમલેશ બ્રહ્મક્ષત્રિય, અમીતભાઈ જાની, નિકુંજ એ. ઠાકર, જીજ્ઞેશ વાય. આસ્તીક, મહેન્દ્રસિંહ ચાવડા, દિપકભાઈ બાંભણીયા, સોહિલ હમીરાણી, ફીરોઝ મધરા, કલ્પેશ પંડયા, ધર્મેન્દ્ર ખુંવા, વિપુલ પટેલ, કેતન વ્યાસ, સાજીદ કાઝી ચૂંટાઈ આવ્યા હતાં. જેમાં ચૂંટણી અધિકારી તરીકે સિનિયર ધારાશાસ્ત્રી એ.ડી.જોશી, મુકેશ પાઠક સહિતે ફરજ બજાવેલ.
ક્રિમીનલ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ પદે શિવભદ્રસિંહ પી. ગોહિલ ચૂંટાયા હતાં. જયારે ઉપપ્રમુખ તરીકે મયુર બી. ઓઝા ચૂંટાયા હતાં. મંત્રી પદે એ.યુ.હમીદાણી તથા અનિલસિંહ અજીતસિંહ અને ખજાનચી તરીકે હિતેષ વી. ગાંધી ચૂંટાઈ આવ્યા હતાં. કારોબારી સભ્ય તરીકે જયશ્રી એચ. સરવૈયા, રમેશ એસ. સોલંકી, રામસંગ બી. ચારોલા, બાબુભાઈ એન. ખુમાણ, નિતિન જી. નાગર, નિલેષ બી. બાંભણીયા તેમજ ભગવાનસિંહ ચૌધરી અને અબ્દુલ કાદર સૈયદ ચૂંટાઈ આવ્યા હતાં જેમાં ચૂંટણી અધિકારી તરીકે જે.ડી. સરવૈયા, પારસ ગોહેલ, રાહુલ ભટ્ટ, એચ.આર.પરમાર સહિતે સેવા આપી હતી. વકીલ મંડળોની ચૂંટણીમાં પરિણામના અંતે વિજેતા પ્રમુખ-ઉપપ્રમુખ, મંત્રી અને સભ્યો સહિતને સીનીયર જુનિયર વકિલોએ શુભેચ્છા પાઠવી હતી.