૩૧ ડિસેંબર સુધી હું હૈદરાબાદમાં, સાહોના શૂટિંગમાં બીઝી : શ્રદ્ધા કપૂર

1242

મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે હું ૩૧ ડિસેંબર સુધી હૈદરાબાદમાં જ હોઇશ. બાહુબલિ ફેમ પ્રભાસ સાથેની મારી ફિલ્મ સાહોનું શૂટિંગ ત્યાં ચાલી રહ્યું છે અને હું એમાં બીઝી રહેવાની છું.  ’હું આશા રાખું છું કે મને નવા વર્ષની ઊજવણી કરવાની તક મળે. હાલ તો સાહોનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રભાસ અને અન્ય કલાકારો સાથે હાલ સાહોનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે જે ૩૧ ડિસેંબર સુધી તો ચાલશે. આખી ય ટીમ સરસ છે અને અમે કામ કરતાં કરતાં મોજ કરીએ છીએ. અમને નવા વર્ષની રજા આપવી કે શૂટિંગ ચાલુ રાખવું એ પ્રોડયુસર્સ નક્કી કરશે. રજા મળશે તો મિત્રો સાથે નવા વર્ષની ઊજવણીમાં સહભાગી થઇશ’ એમ શ્રદ્ધાએ કહ્યું હતું. સાહો ઉપરાંત શ્રદ્ધા ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ પણ કરી રહી છે અને એનું શૂટિંગ પણ હાલ ચાલી રહ્યું છે. યોગાનુયોગે સાઇનાએ તાજેતરમાં પોતાના બૉયફ્રેન્ડ પારુપલ્લી કશ્યપ સાથે લગ્ન કર્યાં હતાં. ફિલ્મમાં આ લગ્નની વાત સમાવી લેવાશે કે કેમ એ વિશે હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી. હવે  બીજી કઇ કલાકાર લગ્ન કરવાની છે એવા સવાલના જવાબમાં શ્રદ્ધા ખડકડાટ હસી પડી હતી.

Previous articleરેખા રાણાએ ૬૦ના દશકના હીટ ’ના તુમ હમેં જાનો’ રિમેકમાં અભિનય કર્યો!
Next articleમહાભારતમાં આમિર ખાન ભજવશે શ્રીકૃષ્ણનું પાત્ર