૧૮ ડિસેમ્બરનાં રોજ સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને ૩ વર્ષ પૂર્ણ થયા. આ ખાસ પળે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ આ ફિલ્મને લઇને પોસ્ટ કરી હતી. બોલીવુડ અને રણવીર-દીપિકાનાં ફેન્સે પણ બંનેને અભિનંદન આપ્યા હતા. ફેન્સે આ ફિલ્મનાં કેટલાક સુપરહિટ ડાયલૉગ્સથી ફિલ્મની ત્રીજી એનિવર્સરી મનાવી હતી. હવે લાગે છે ફક્ત આપણે ભારતીયો જ આ ફિલ્મને પસંદ કરતા નથી.
ટેસ્લાનાં સીઈઓ એલન મસ્ક પણ ‘બાજીરાવ મસ્તાની’ને પસંદ કરે છે. તેમણે આ ફિલ્મને રીલેટેડ એક જીઆઈએફ પોતાના ઑફિશિયલ ટિ્વટર પર શેર કર્યું છે. તેમણે રણવીર સિંહનાં ‘મલ્હારી’ સૉન્ગનું જીઆઈએફ શેર કર્યું છે. આ જીઆઈએફમાં રણવીર સિંહ ડાન્સ સ્ટેપ કરી રહ્યો છે. તેમણે કેપ્શનમાં વધારે કંઇ નથી લખ્યું. તેમણે હાર્ટની ઇમોજી સાથે ‘બાજીરાવ મસ્તાની’ લખ્યું છે. એલન મસ્કનાં આ ટિ્વટથી ઇન્ડિયન ટિ્વટર યૂઝર્સ એ જાણીને ચોંકી ગયા હતા કે ટેસ્લાનાં સીઈઓને પણ આ ફિલ્મ પસંદ છે.
ઇન્ટરનેટ પર આ ટિ્વટ વાયરલ થઈ રહ્યું છે. રસપ્રદ રીતે આ એલન મસ્કનાં ટિ્વટ પર ઈરોસ નાઉએ પણ જવાબ આપ્યો છે. ઈરોસ નાઉએ લખ્યું છે કે, ‘તે બાજીરાવ મસ્તાની ફિલ્મને ઈરોસ નાઉ પર જોઇ શકે છે.’