પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવીડે વીવીએસ લક્ષ્મણના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે, લક્ષ્મણની ૨૦૦૧માં ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવેલી ૨૮૧ રનની ઈનિંગ કોઈ પણ ભારતીય દ્વારા ટેસ્ટમાં રમવામાં આવેલી સૌથી બેસ્ટ ઈનિંગ છે. દ્રવીડે કહ્યું કે, ૨૮૧ રનની ઈનિંગ ખૂબ મહત્વપૂર્ણ હતી. તે લોકોએ ત્યારે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં બોલિંગ કરી હતી.
દ્રવીણે લક્ષ્મણની આત્મકથા /’૨૮૧ એન્ડ બિયોન્ડ’/ના લોન્ચિંગ કાર્યક્રમમાં કહ્યું, હું નસીબદાર છું કે, તે ઈનિંગ વખતે હું વિકેટના બીજા છેડા પર ઉભો હતો. હું અત્યારે પણ તે ઈનિંગ વિશે વિચારતો હોઉં છું. દ્રવીડે કહ્યું, લક્ષ્મણ જે પ્રમાણે શેન વોર્નની બોલિંગ પર ક્રિઝ બહાર આવીને લેગ સ્ટંપથી હટીને કવરમાં શોર્ટ રમી રહ્યો હતો તે ખૂબ વખાણવા લાયક છે. મારા માટે તે ખૂબ સારો અનુભવ હતો. ગ્લેન મેકગ્રા અને જૈસન ગિલેસ્પીની બોલિંગ ઉપર પણ તેઓ શાનદાર રમી રહ્યા હતા. મારા માટે તે ખૂબ સારો અનુભવ હતો. પૂર્વ કેપ્ટને કહ્યું, મને વધારે ક્રિકેટ જોવી નથી ગમતી. જૂની મેચોમાં મારી બોલિંગ ક્યાંક ટીવી પર દેખાઈ જાય તો હું ચેનલ જ બદલી દઉં છું. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમેચને યાદ કરતાં દ્રવીડે કહ્યું કે, ટેસ્ટમાં પહેલાં હું બહુ સારા ફોર્મમાં નહતો, પરંતુ લક્ષ્મણની બેટિંગ જોઈને મારી હિંમત વધી ગઈ હતી. બંનેએ પાંચમી વિકેટ માટે ૩૭૬ રનની પાર્ટનરશીપ કરી હતી.