ફ્યુચર સપ્લાય ચેઈન સોલ્યુશન્સ લિ.નો આઈપીઓ ૬ ડિસેમ્બરે ખુલશે

881
guj1122017-3.jpg

ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમિટેડએ ૬ ડિસેમ્બર, ૨૦૧૭ને બુધવારે પ્રીમિયમ પર કેશ માટે રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ૯,૭૮૪,૫૭૦ ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત કરી છે, જે મારફતે ગ્રિફિન પાર્ટનર્સ લિમિટેડ દ્વારા ૭,૮૨૭,૬૫૬ અને કંપનીનાં પ્રમોટર ફ્યુચર એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ દ્વારા ૧,૯૫૬,૯૧૪ ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર સામેલ છે. ઓફર ૮ ડિસેમ્બર, ૨૦૧૭ને શુક્રવારે બંધ થશે. ઓફર પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલનો ૨૪.૪૩ ટકા હિસ્સો ધરાવશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઇશ્યૂનો ગાળો બિડ/ઇશ્યૂ ખુલવાની તારીખનાં એક ચાલુ દિવસ એટલે કે ૫ ડિસેમ્બર, ૨૦૧૭ રહેશે. 
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૬૬૦થી રૂ. ૬૬૪ નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ ૨૨ ઇક્વિટી શેર અને પછી ૨૨ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ૨૭ નવેમ્બર, ૨૦૧૭નાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ મારફતે ઓફર થયેલા ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર લિસ્ટિંગ થશે. 
ઓફરનાં ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, સીએલએસએ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સીક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ આઇડીએફસી બેંક લિમિટેડ, આઇઆઇએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ લિમિટેડ છે. 
ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નિયમો, ૨૦૦૯, જેમાં થયેલા સુધારા મુજબનાં નિયમ ૨૬(૧) મુજબ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે ઓફર રજૂ કરવામાં આવી છે.
 જેમાં ઓફરનો લઘુતમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ઓફર કરવામાં આવશે. કંપની વિક્રેતા શેરધારકો અને લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઇબી પોર્શનનો ૬૦ ટકા સુધીનો હિસ્સો વિવેકાધિન ધોરણે ફાળવી શકે છે, સેબી આઇસીડીઆર નિયમો મુજબ, ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત રોકાણકારો અને ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇઝ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ્‌સ મળવાને આધિન છે. 

Previous articleશેલ્બી લિમિટેડઃ આઇપીઓ ૫ ડિસેમ્બરે ખુલશે
Next articleરેલ્વે સ્ટેશને મતદાન જાગૃતિ કાર્યક્રમ