ત્રણ સિંહના મોત મામલે કેન્દ્ર સરકાર અને રેલવે જવાબ આપે : ગુજરાત હાઈકોર્ટ

601

ગીર અભરાયણ્યમાં ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણ સિંહોના મોત થયા હતા, જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે સુઓમોટો અરજી દાખલ થઈ હતી, અને તેમાં અરજદારે ટ્રેનની ગતિની તપાસની માગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે વારંવાર થતાં સિહોના મોત મામલે કેન્દ્ર અને રેલવે ખુલાસો આપે. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે એવી રજૂઆત કરી છે કે અગાઉ ઘણા સિંહોના મોત થયા છે. અને આ વખતે ટ્રેનની અડફેટે વધુ ૩ સિહના મોત થયા છે. જેથી તપાસ થઈ જોઈએ અને ટ્રેનની ગતિ કેટલી હતી, તેમજ આ વિસ્તાર સિંહોના વસવાટનો છે, તો ટ્રેનની સ્પીડ કેટલી હોવી જોઈએ તે પણ નક્કી કરવું જોઈએ.

હાઈકોર્ટે અરજદારની રજૂઆત સાંભળીને કેન્દ્ર સરકાર અને રેલવેને આદેશ કર્યો છે કે આ મામલે પોતે ગંભીર થઈને ખુલાસો કરે. તેમજ હાઈકોર્ટે જવાબ રજૂ કરવા માટે ૧૬ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે.

Previous articleક્રિસમસ નિમિત્તે ચર્ચમાં રોશનીનો ઝળહળાટ
Next articleજસદણ પેટાચુંટણી : આજે ભારે ઉત્તેજના વચ્ચે રિઝલ્ટ