રેલ્વે સ્ટેશને મતદાન જાગૃતિ કાર્યક્રમ

1297
bvn1122017-3.jpg

મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ભાવનગરના રેલ્વે સ્ટેશન ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાથમિક શાળા નં.૪રના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ વિષયે નાટક રજૂ કરાયું હતું. પોસ્ટર, બેનર, પ્લેકાર્ડ થકી મુસાફરોને મતદાન કરવા માટે પ્રેરિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ ઓફીર શ્રીધર વસાણી, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી, સ્વીપ કામગીરી કરનારા કર્મચારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા. મુસાફરોએ આ કાર્યક્રમની સરાહના કરી હતી.

Previous articleફ્યુચર સપ્લાય ચેઈન સોલ્યુશન્સ લિ.નો આઈપીઓ ૬ ડિસેમ્બરે ખુલશે
Next articleએસબીઆઈના સહયોગથી ચૂંટણી તંત્ર દ્વારા નિલમબાગ ખાતે મતદાન જાગૃતિ સહી ઝુંબેશ