માયાબેન કોડનાની મહિલા સંમેલનમાં સ્ટેજ પર દેખાતા રાજકીય સક્રીય થવાની ચર્ચા

684

ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે હોઈ તેઓ આ મંચ પરથી દેશની મહિલાઓને સંબોધશે. આજે તમામ મુદ્દાઓની વચ્ચે માયા કોડનાની ની રાજકારણ માં સક્રિયતા અંગે મહિલા કાર્યકર્તાઓ માં ચર્ચા શરૂ થઈ ગઈ. જેનું કારણ હતું માયા કોડનાનીને રાષ્ટ્રીય કર્યક્રમમાં અપાયેલું મંચ પરનું સ્થાન. ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય કારોબારીના બીજા દિવસે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન તથા નરોડા ગામ કેસમાં આરોપી માયા કોડનાની હાજર રહ્યા હતાં. જેમને ભાજપના રાજ્ય અને કેન્દ્રના પદાધિકારીઓ સાથે મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. જેને લઈને માયા કોડનાનીની રાજકારણમાં સક્રિયતાને લઈને ચર્ચાઓએ જોર પકડ્‌યું હતું.

નરોડા પાટીયા કેસમાં માયા કોડનાનીનો રાજકીય વનવાસ લગભગ ૧૦ વર્ષનો રહ્યો હતો. હાઇકોર્ટમાંથી રાહત મળ્યા બાદ તેમણે ક્યારેય રાજકીય ષડયંત્ર અંગે કોઈ વાત કરી નથી. સાથે જ ભાજપના કાર્યક્રમોમાં ધીમે ધીમે તેમની હાજરી થતી રહી. આજે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મંચ પર મળેલું સ્થાન જ આગામી દિવસોમાં તેમની રાજકીય સક્રિયતાના સંકેત આપે છે.

Previous articleપ૦ વિદ્યાર્થી ભરેલી બસ ૩૦૦ ફૂટ ઉંડી ખાઈમાં ખાબકતા ૩ ના મોત
Next articleસ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી પડાવવા ધકકા-મુકકી થતાં ગુસ્સે ભરાયા