કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે અમદાવાદમાં હતા. મહિલા મોરચાના કાર્યક્રમ ભાગ લેવા આવેલા સ્મૃતિ ઇરાની કાર્યકર્તાથી નારાજ થયા હતા અને મહિલા કર્યકર્તા તથા વ્યવસ્થા સાથે જોડાયેલા કાર્યકર્તાઓને ઠપકો આપ્યો હતો. સોશિયલ મીડિયા યુગમાં હવે સેલ્ફીનો ક્રેઝ વધી રહ્યો છે. સ્મૃતિ ઈરાની અડાલજ ત્રિમંદિર પહોંચ્યા તયારે ગેટથી જ અનેક મહિલા કાર્યકર્તાઓ એમના અભિવાદન માટે હાજર હતા. જો કે ગેટથી સભા સ્થળ સુધી પહોંચે ત્યાં સુધી અનેક મહિલા કાર્યકર્તાઓને સ્મૃતિ ઈરાનીના આગમનની જાણ થઈ ગઈ હતી. જેને લઈને દેશભરમાંથી આવેલી ભાજપની મહિલા કાર્યકર્તાઓ કેન્દ્રીય પ્રધાન સાથે સેલ્ફી ક્લિક કરવા પડાપડી કરવા લાગ્યા. જો કે શરૂઆતમાં તો સ્મૃતિ ઈરાનીએ તમામ બાબતોને ખૂબ સહજતાથી જ લીધી. પરંતુ ગણતરીની મિનિટોમાં ધક્કામુક્કી થવા લાગી તેમજ એક તબક્કે ખુદ સ્મૃતિ ઈરાની ભીડની વચ્ચે ફસાઈ ગયા હોય એવો ઘાટ સર્જાયો હતો. જેના કારણે તેઓ કાર્યકર્તા ઓ પર ગુસ્સે થયા હતા સાથે જ તેમની વ્યવસ્થા સાથે સનકડાયેલા કાર્યકર્તાઓ તેમજ તેમની સિક્યોરિટી પર પણ ગુસ્સે ભરાયા હતા.