સ્વપ્નદર્શી પર્વનો શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ

887

બધા ક્ષેત્રેના વિકાસનો મુખ્ય આધાર શિક્ષણ છે, તેવું આજરોજ ગ્રામ સેવા મંદિર દ્વારા આયોજીત નારદીપુર સ્વપ્નદર્શી પર્વનો આરંભ કરાવતાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

સ્વપ્ના આવવા અને જોવા એમાં રહેલી પાતળી ભેદરેખાની વાત કરતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્વપ્ન વાતાવરણથી આવે છે, પરંતુ સારું વાતાવરણ ઉભું કરવા માટે સ્વપ્ન જોવા પડે છે. નવા વિચાર, નવી દિશા અને નવી વ્યવસ્થાપનથી શિક્ષણતીર્થ નારદીપુરની આવતીકાલને વધુ ઉજ્જવળ બનાવવા માટે ઉમદા વાતાવરણ ઉભું કરવા આજે સ્વપ્નદર્શી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, તે વાત પ્રશસંનીય છે. દરેક ગામ નારદીપુરની આ ઉમદા રાહ પર ચાલે તેવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. આઝાદી બાદ આપણા બધામાં ’આપણાપણાનો ભાવ’ ધટી રહ્યો છે, તેની જગ્યાએ ’ મારે શું ’ તેવો ભાવ પેદા થઇ ગયો છે, તેવું જણાવી મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણા પણાનો ભાવ ઉજાગર કરવાની પ્રેરણા આપે છે. સમાજ અને ગામનો ઋણ અદા કરવા અને વિકાસ માટે આ રીતે એન.આર.આઇ. યોગદાન આપે તો સારા કામોને ગતિ મળશે તેમજ ગામમાં આમૂલ પરિવર્તન આવશે.

નારદીપુર ગામની સંસ્થાના વિકાસ માટે એન.આર. આઇ. ભામાશા આગળ આવ્યા તે વાતની  પ્રસંશાને કરી હતી, રાજય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવા પાછળના ઉમદા આશય અને તે પછી મળેલા પરિણામની માહિતી આપી હતી. આગામી દિવસોમાં ગુજરાત ૧૦૦ ટકા સાક્ષરતાવાળું રાજય બનશે, તેવો ર્દઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. શિક્ષણની પ્રક્રિયાએ ધીમી અને લાંબી છે, તેવું જણાવી સરકારી શાળાના ગણન-લેખન અને વાંચનમાં નબળા બાળકોને આગળ લાવવા માટે રાજય સરકારે શરૂ કરેલા મિશનવિધા કાર્યક્રમની માહિતી આપી હતી.

માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી હોવું જોઇએ તેવું જણાવી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને વરિષ્ઠ સાહિત્યકાર રધુવીરભાઇ ચૌધરીએ નારદીપુર ગામ માટે કેમ આદર છે, તેના કારણો દષ્ટાંત પૂર્વક રજૂ કર્યા હતા. તેમજ આ સંસ્થાએ પોતાની પ્રતિષ્ઠા જાણવી રાખી છે, તેની પ્રસંશા કરીને કન્યાઓને વ્યવસાયિક શિક્ષણ આપવાની વધુ જરૂર હોવાનું ભારપુર્વક જણાવ્યું હતું.

આ પર્વ થકી સમગ્ર ગામ એક તાંતણે બંધાયું છે, તેવું જણાવી ગ્રામ સેવા મંદિરના પ્રમુખ કૃષ્ણકાન્ત જહાએ જણાવ્યું હતું કે, આ પર્વ થકી નારદીપુર ગામના ઇતિહાસનું નવું પ્રકરણ ચાલું થયું છે. હવે નારદીપુર ગામને ગુજરાતનું શ્રેષ્ઠ ગામ બનાવવા અને શૈક્ષણિક હબ બનાવવાનું સ્વપ્ન આજે અહીં ઉપસ્થિત સર્વે ચોક્કસ સાર્થક કરશે, તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે આગામી સમયમાં આ સંસ્થામાં આરંભ થનાર વિવિધ શૈક્ષણિક કોર્ષની વિસ્તૃત માહિતી આપી હતી. રાજયની પ્રથમ મહિલા યુનિવર્સીટી બનાવવા માટે સરકાર સાથે એમ.ઓ. યુ. કરવાના હોવાનું પણ જણાવ્યું હતું.  નારદીપુર ગામ અને આસપાસના ગ્રામજનોને ખૂબ ટુંકા સમયમાં પુર્વ પ્રાથમિક થી ઉચ્ચ માધ્યમિક સુધીનું શિક્ષણ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં મળતું થશે, તેમજ આગામી થવા શૈક્ષણિક સત્રથી ચાલું થનાર કન્યાઓ માટેની આર્ટસ/કોર્મસ કોલેજ અંગેની પણ જાણકારી આપી હતી.

Previous articleમહેસાણા બસ હાઈજેક કરી લૂંટના ૧૭ આરોપી ઝડપાયા
Next articleરાજીવ ગાંધીને લઈને એએપી દ્વારા વિવાદ બાદ અંતે ખુલાસો