એએપીના અલકા લાંબા કપિલ મિશ્રાના માર્ગ પર

722

આમ આદમી પાર્ટીની શક્તિશાળી નેતા અને આક્રમક લીડર પૈકી એક ગણાતી અલકા લાંબા પણ હવે કપિલ મિશ્રાના માર્ગ ઉપર આગળ વધી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. અલકા લાંબાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે કે કેમ તેને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. રાજીનામું આપ્યા વગર આમ આદમી પાર્ટીના અસંતુષ્ટ ધારાસભ્ય કપિલ મિશ્રાના માર્ગ ઉપર અલકા આગળ વધી રહ્યા છે. અલકાએ આજે સવારે મૌન તોડતા કહયું હતું કે રાજીનામાને લઈને બિનજરૂરી હોબાળો થયેલો છે. દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટી તરફથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પાસેથી ભારેત રત્ન પરત લેવાની માંગ અને ત્યારબાદ અલકા લાંબાના રાજીનામાને લઈને આજે સવારે ભારે ચર્ચા રહી હતી.

ટ્‌વીટર ઉપર સવારે ટોપ-૧૦ ટ્રેન્ડમાં ચારમાં આને લઈને ચર્ચા રહી હતી. અલકા લાંબાએ સત્તાવાર રીતે રાજીનામાની કોઈ જાહેરાત કરી ન હતી પરંતુ કહ્યું હતું કે તેઓ સજા ભોગવવા માટે તૈયાર છે. વિધાનસભામાં રાજીવ ગાંધીની સામે પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ પર અલકા લાંબા ભારે નારાજ દેખાઈ હતી. અલકાએ આની સામે પાર્ટીના નેતાઓને આગળ રાજીનામું આપી દેવાની ઓફર કરી હતી. નેતાઓએ ઓફરને મીડિયા ફેલાવી દીધી હતી. જોકે આજે સવાર સુધી આ અંગે માહિતી મળી ન હતી કે અલકાએ રાજીનામું આપ્યું છે કે કેમ. કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા અલકા લાંબાને આક્રમક લીડર પૈકી એક ગણવામાં આવે છે.

Previous articleરાજીવ ગાંધીને લઈને એએપી દ્વારા વિવાદ બાદ અંતે ખુલાસો
Next articleઉ. ભારતમાં ઠંડીનો પ્રકોપ : લોકોની હાલત કફોડી