સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. જનજીવનને પણ અસર થઇ રહી છે. વાહન વ્યવહાર અને ટ્રેન સેવાને અસર થઇ રહી છે. ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ચેલ્લાઇ કાલાના નામથી જાણીતા ઠંડીના સૌથી ખતરનાક ગાળાની શરૂઆત થઇ ગઇ છે. દિલ્હીમાં પણ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાઇ કલાનો ગાળો થરૂ થયા બાદ હવે આ ગાળો ૩૧મી જાન્યઆરી સુધી જારી રહેશે. કાશ્મીરમાં તો આ ગાળો આના કરતા પણ વધારે સમય સુધી રહી શકે ચે.ય શ્રીનગરમાં પારો માઇનસ ૪.૪ થઇ ગયો છે. આવી જ રીતે લડાખ પ્રદેશના લેહ ખાતે પારો માનિસ ૧૨. ૭ સુધી નીચે રહ્યો છે. લોહી જમાવી દે તેવી ઠંડી પડી રહી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. હરિયાણાના નારરોલ ખાતે પારો ૨.૫ ડિગ્રી સુધી નીચે રહ્યો છે. રાજસ્થાનના માઉન્ટ આબુ અને અન્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બનેલી છે.ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. પંજાબના ભટિન્ડા ખાતે પારો ૨.૬ ડિગ્રી રહ્યુ છે. અમૃતસરમાં ૩.૩ ડિગ્રી તાપમાન રહ્ય છે. ગુરુદાસ પુરમાં ૫.૬ ડિગ્રી સુધી તાપમાન થયુ છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો લેટ થઇ છે. અનેક ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.