જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોને આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે એક ભીષણ એન્કાઉન્ટરમાં છ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓમાં કુખ્યાત જાકીર મુસાના ડેપ્યુટી સહિત છ ત્રાસવાદી ઠાર થતા મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધાર પર કાર્યવાહી કરવામાં આવી હતી. અવંતીપોરામાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.ત્રાલમાં આજે શનિવારના દિવસે ત્રાસવાદીઓની માહિતી મળ્યા બાદ સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં છ ત્રાસવાદીઓ ઠાર થઇ ગયા હતા. કુખ્યાત ત્રાસવાદી મુસાના ડેપ્યુટીનુ મોત થયુ છે. જેનુ નામ સોલિહા હોવાનુ જાણવા મળ્યુ છે. તમામ લોકો જાણે છે કે મુસા જમ્મુ કાશ્મીરમાં સક્રિય અલ કાયદાના મંચ અંસાર ગજવત ઉલ હિન્દના પ્રમુખ તરીકે છે. આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં સેનાના ઓપરેશન ઓલ આઉટના કારણે વધુ સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીરના આઈજી એસપી પાનીએ માહિતી આપતા કહ્યું હતું કે સુરક્ષા દળોના ઓપરેશનમાં છ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોને કોઈ નુકસાન થયું નથી. કાર્યવાહી દરમિયાન નાગરિકોએ સહકાર આપ્યો હતો. આ એક ક્લિન ઓપરેશન હતું. માર્યા ગયેલા આતંકવાદીઓના સંબંધ અંસાર ગજવત ઉલ હિન્દ સાથે હતા.
તમામના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા દળોને એક પછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. હાલમાં પુલવામા વિસ્તારમાં ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોના ટોળાએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ વણસી ગયેલી સ્થિતીને કાબુમાં લેવા માટે સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જેમાં આઠ નાગરિકોના મોત થયા હતા.હાલમાં પુલવામામાં હિઝબુલના કુખ્યાત ત્રાસવાદી જુહુર ઠોકર સહિત ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ અથડામણ સ્થળે જોરદાર રક્તપાતની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકો દ્વારા સેનાના ઓપરેશનના વિરોધમાં જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના જવાબમાં કાર્યવાહી કરાતા આઠ નાગરિકોના મોત થયા હતા. ગયા શનિવારના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઝહુર ઠોકર સહિત ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોએ સુરક્ષા ટોળકી ઉપર પથ્થરમારો કર્યો હતો. સ્થાનિક લોકો સાથે સુરક્ષા દળોની સંઘર્ષની સ્થિતિ કલાકો સુધી રહી હતી. સ્થિતિ વણસી જતા સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ગોળીબારમાં ૮ નાગરિકોના મોત થતા સ્થિતિ વધારે વિસ્ફોટક બની ગઈ હતી. કુખ્યાત આતંકવાદી જુહુર ઠોકરને ઠાર કરવામાં આવ્યા બાદ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું અને અથડામણ સ્થળ પર સ્થાનિક લોકો દ્વારા સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષા જવાનોએ ગોળીબાર કરતા આઠ નાગરિકોના મોત થઇ ગયા હતા. પુલવામામાં ઈન્ટરનેટ સેવાઓને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી. સાથે સાથે જમ્મુ વિસ્તારમાં બનિહાલ ટાઉનથી કાશ્મીર ખીણ સુધી રેલ સેવાઓને બંધ કરવામાં આવી હતી.