દામનગર શહેરમા ખોડલધામ સમિતિની બેઠક મળી હતી જેમાં ચાલીસ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખોડલધામ સમિતિના હોદેદારોએ આ બેઠકમાં હાજરી આપી હતી નવજ્યોત વિદ્યાલય શાળા સંકુલમાં ખોડલધામ સમિતિમાં સમસ્ત લેઉવા પટેલ સમાજની આર્થિક સામાજિક શેક્ષણિક આધ્યતમિક સ્થિતિ અંગે સમીક્ષા કરતા વક્તા ઓ દ્વારા ઉદાહરણો સાથે સમસ્ત લેઉવા પટેલ સમાજે સામાજિક સુધારાઓ કરવા સુચનો કર્યા હતા દામનગર શહેરી અને ચાલીસ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખોડલધામ સમિતિના અગ્રણીઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત લેઉવા પટેલ સમાજે અભ્યાસુ વિદ્યાર્થીઓ સામાજિક પ્રસંગો અંગે સુધારા કરવા જેથી કરી ખોટા ખર્ચાઓથી બચી શકાય દેખાદેખી કુરિવાજો અંધશ્રદ્ધાઓ વ્યસનો ફેશનો સામાજિક સંવાદિતા અંગે સ્વંયમ સમજ આપતા વક્તા નટુભાઈ ભાતિયા દેવરાજભાઈ ઇસામલિયા દેવચંદભાઈ આલગિયા બટુકભાઈ શિયાણી સહિતનાઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.