૬૪ મી રાષ્ટ્રીય શાળાકીય થાઈ બોક્સીંગ ચેમ્પિયનશીપતારીખ ૧૮.૧૨.૨૦૧૮ થી ૨૨.૧૨.૨૦૧૮ સુધી છતીસગઢ ખાતે યોજવામાં આવી હતી. જેમા શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન વિદ્યાથીઓએ ૨ સિલ્વર ૭ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં.
નેશનલ કક્ષાના ૦૨ સિલ્વર અને ૦૭ બ્રોન્ઝ મેડલ શાળા ના ખેલાડીઓએ પ્રાપ્ત કર્યા હતા. છેલ્લા ૦૩ વર્ષ દરમ્યાન ૦૮ ગોલ્ડ મેડલ સહિત કુલ ૪૫ નેશનલ મેડલ અને ૮૫ ગોલ્ડ સહીત કુલ ૩૨૪ સ્ટેટ લેવલના શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન શાળાએ પ્રાપ્ત કર્યા છે.
ખેલાડીઓની ઉપરોક્ત સિદ્ધિ બદલ જીલ્લા અને રાજ્યના અધિકારીઓ તથા પદાધિકારીઓ સહિત શાળાના વહીવટદાર આચાર્ય શાળા નો સ્ટાફ તથા ગ્રામજનો અને અગ્રણીઓએ ગુજરાત રાજ્ય નું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડીઓ શાળા ના આચાર્ય ડો જી.બી.હેરમા પી.ટી.શિક્ષક આર.બી.હેરમા એ.બી.જોષી અને એસ.પી.પરમારને શુભેચ્છા પાઠવી હતી.