બોટાદની ઝરીયા પ્રાથમિક શાળામાં તમાકુ મુકત શાળા કાર્યક્રમ યોજાયો

975

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી  લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢક અને ઈ.એમ.ઓ. ડો. ચૌહાણના માર્ગદર્શનથી બોટાદ જીલ્લામાં ઝરીયા પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત શાળા બને તે માટેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતિયા અને તૃતીયા સ્થાન પ્રાપ્ત કરેલ  વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ, ફતેપુરા પ્રભુભાઈ તેમજ સમગ્ર શાળા સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

Previous articleડો. નવનીત દલવાડીનો વર્કશોપ
Next articleટીંબી જિ.પં. સીટના ગામોમાં પ.૩૬ કરોડના ખર્ચે નવા ડામર રોડના ખાતમુર્હુત કરાયા