બાઈક સાથે ખુંટીયો અથડાતા રામ-લક્ષ્મણની જોડી ખંડિત

906

જાફરાબાદના વઢેરા ગામના સગા બે ભાઈઓની મોટર સાઈકલ સાથે બળદ ભટાકાતા સંજયભાઈનું મોત ખુશલભાઈને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડાયા વધુ સારવાર માટે ભાવનગર રીફર ગામ આખુ શોકમય મહુવાથી પરત ફરતા બનેલ બનાવ. જાફરાબાદ નજીક વઢેરા ગામના બે સગાભાઈઓ મોટર સાઈકલ જી.જે.૧૪ એ.ઈ. ૩૮૮૦ જે મહુવાથી પરત વઢેરા ફરતા રાત્રીના ૮ આજુબાજુ વઢેરા પહોંચતા ઓચીંતા એક બળદ આડો ઉતરતા ધડાકાભેર મોટર સાઈકલ અથડાતા મોટર સાઈકલ પરનો કાબુ ગુમાવતા રોડ પર પટકાતા બન્નેભાઈઓને  માથાના ભાગે ગંભીર ઈજા થવાથી સંજયભાઈ અને ખુશાલભાઈને જાફરાબાદ  સરકારી હોસ્પિટલે સરપંચ કાનાભાઈ વાઘેલા, રાજાભાઈ વાઘેલા, નાનજીભાઈ બારૈયા, મસરીભાઈ તાલુકા સદસ્ય, ઉપસરપંચ લખમણભાઈ બાંભણીયા સહિત ગામ આગેવાનો તાત્કાલિક ઘટના સ્થ્ળ પર પહોંચી જાફરાબાદ બન્નેભાઈઓને સારવારઅર્થે પહોંચાડ્યા પણ સંજયભાઈને સરકારી હોસ્પિટલના ડોકટરે મૃત જાહેર કરતા સોપો પડી ગયો આ વાતની જાણ જાફરાબાદના આગેવાનો ચેતનભાઈ શિયાળ સહિત કોંગ્રેસ ભાજપના કાર્યકર્‌ઉતાઓ માનવતા અર્થે તાલુકા પંચાયતના કરણભાઈ બારૈયા સનાભાઈ ખારવા સમાજ અગ્રણી સહિત પહોંચી સંજયભાઈથી એમ કરવા તેમજ જીવીત ખુશાલભાઈને ભાવનગર રીફર કરવા જહેમત ઉઠાવી ભાવનગર હોસ્પિટલે સારવાર મળતા હાલ ખુશાલ ભાઈ ભયમુક્ત છે. આ બાબતે જાફરાબાદ પોલીસમાં જાણ થયાથી પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ છે. અકસ્માતમાં થયેલ મૌતને સંજયભાઈ રમેશભાઈ સોલંકીની અંતીમવિધીમાં વઢેરા ગામ આખુ ઉમટી પડ્યું હતું. અને અરેરાટી સાથે શોકમગ્ન બન્યું હતું.

Previous articleઅલંગ પો.સ્ટે.ના આરોપીને ભાવનગર એસઓજી કચ્છ જિલ્લામાંથી ઝડપી લાવી
Next articleનંદકુંવરબા કોલેજ દ્વારા સન્માન સમારોહ