ભાવનગરના ઘોઘાના દરિયામાં ટગમાં બ્લાસ્ટ થતાં દરિયામાં ગરકાવ થતા દરિયામાં લાપતા થયેલા ત્રણ વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. ચાર ટગની ટીમ દ્વારા દરિયો ખુંદી રહેવાયો છે. પરંતુ આજે સાંજ સુધીમાં ત્રણમાંથી એક પણનો પત્તો લાગ્યો નથી. દરિયામાંથી કેટલીક ચીજવસ્તુઓ હાથ લાગી છે.
ભાવનગર સુપ્રસિધ્ધ અને વિશ્વ વિખ્ય્ત અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે ભંગાણ અર્થે આવેલા એમ.વી. પોલ નામનું જહાજ ઘોઘાથીનું નોટિકલ માઈલ મધદરિયે ઉભું હતું જેનું કસ્ટમ કિલયરન્સ કરવા ગઈકાલે બપોરે ઘોઘા જેટીથી કસ્ટમના ત્રણ અધિકારીઓ અને ૭ કુ મેમ્બર એમ.ટી. વરૂણ નામથી ટગમાં રવાના થયા હતાં. જયાં આ ટગ જહાજ પાસે પહોંચી જતાં કસ્ટમના ત્રણ અધિકારીઓ જહાજમાં પડી ગયા હતાં. જયારે કુ. મેમ્બરો ટગમાં જ હતા ત્યારે અચાનક ટગમાં બ્લાસ્ટ થતાં પળવારમાં જ ટગ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં ૭ ક્રુ મેમ્બરો દરિયામાં ડુી જતા ખળખળાટ મચી ગયો હતો. તાત્કાલિક મરીન સ્ટાફે ડુબેલા ૭ કુમેમ્બરોમાંથી ૪ને સલામત રીતેબ હાર કાઢયા હતા અને હોસ્પિટલ ખસેડયા હતાં. જયારે ૩ ક્રુ-મેમ્બર દરિયામાં ડુબી જતાં લાપતા બની ગયા હતાં.
દરિયામાં લાપતા બનેલા હતભાગીઓમાં મસરૂક મૌલાના (સેકન્ડ, માસ્ટર) રાજુદાસ (ખલાસી) અને રમ.લ્લ્નો સમાવેશ થાય છે. અલગ મરીન પોલીસની એક ડગ અને અન્ય ત્રણ ડગ સહિત કુલ ચાર ડગ દ્વારા દરિયામાં ગરકાવ થયેલા ત્રણેયથી શોધખોળ ચાલી રહી છે. જે આજે શનિવારે સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. દરિયામાંથી કેટલાક સામાન મળી આવ્યો હોવાનું મરીન પોલીેસે જણાવ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા એક ચોપરા અને શિપને રેસ્કયુ ઓપરેશન માટે મોકલાયું છે. અને શોધખોળ શરૂ છે. સ્કુવા ડ્રાઈવર્સની ટીમ પણ દરિયામાં શોધખોળ કરી રહી છે. વરૂણ ટગ દરિયાના ઉંડા પાણીમાં ગરકાવ થયા બાદ ખુંચી ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. અને લાપત્તા બનેલા ત્રણેય વ્યક્તિઓ કેબીનમાં હશે તેથી બહાર આવી શકયા ન હોય તેવું મનાઈ રહ્યું છે.