મુંબઈ-ગોરેગાંવમાં એક ઈમારત ધરાશાયી : ૩ના મોત, ૬ ઘાયલ

618

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન કેટલીએ ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટનાઓ બની છે. એવામાં આજે વધુ એક આવી જ દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટના મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં બની છે. અહીં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા ૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ગોરેગાંવમાં એક ચોલ પાસે બની છે. નેશનલ ડિઝાસ્ટર ફોર્સ (એનડીઆરએફ) ઘટના સ્થળ પર પહોંચી અને લોકોને કાટમાળ નીચેથી કાઢવા બચાવ કામગીરી હાથ ધરી હતી.રિપોર્ટ અનુસર, ગોરેગાંવના આઝાદ મેદાન પાસે નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ. આ ઘટનામાં મરનારા લોકોની સંખ્યા ૩ સુધી પહોંચી છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકમાં સિદ્ધાર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈમારત અચાનક ધરાશાયી થતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી બચાવ ટીમે તેમને નીકાળવા માટે ખુબ મહેનત કરવી પડી. કેટલાક લોકોનું કહેવું છે કે, આ એક જુની ઈમારત હતી, જેમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસબરીમાલા : ભારે વિરોધ વચ્ચે સ્થિતિ ફરીથી વણસી