અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ ઉપર રામ મંદિર બનાવવાની માંગ ચાલી રહી છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે, પ્રયાગરાજમાં અકબરના કિલાની અંદર સ્થિત સરસ્વતી કુપ લોકોના દર્શન માટે ખોલવામાં આવનાર છે. ત્યાં એક સરસ્વતી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. તેમની પ્રતિમાની સાથે ભારદ્વાજ ઋષિની પ્રતિમા પણ મુકવામાં આવશે.
સરસ્વતી કુપ ૪૩૫ વર્ષથી અકબર કિલામાં બંધ છે. ચાર શતાબ્દી બાદ તેને હવે ખોલવામાં આવનાર છે. પ્રયાગરાજમાં ૧૫મી જાન્યુઆરીથી કુંભની શરૂઆત થઇ રહી છે.
કુંભની તૈયારીની વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે આની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. લખનૌમાં આયોજિત યુવા કુંભમાં યોગીએ આ મુજબની વાત કરી હતી. યુવાકુંભ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કુંભ પહેલાથી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરી દેવામાં આવશે. કુંભમાં આવનાર લોકો અહીં આવીને દર્શન કરી શકશે. પ્રયાગરાજના સંગમ કિનારે સ્થિત આ કિલાને અકબરના કિલા તરીકે ગણવામાં આવે છે. સેનાના કબજામાં હાલમાં આ કિલો છે. અધિકારીઓની વાતમાં વિશ્વાસ કરવામાં આવે તો કિલામાં સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવાની મંજુરી સેનાએ પહેલાથી જ આપી દીધી છે. ત્યાં મૂર્તિ સ્થાપિત કરવાની તૈયારી ચાલી રહી છે. અકબરના કિલામાં સરસ્વતી કુપની સાથે અક્ષય વટ પણ છે. આને ખોલવાની માંગ ૧૯૩૨માં પ્રથમ વખત મદન મોહન માલવીય દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષથી આ માંગ થતી રહી છે. વડાપ્રધાન મોદી હાલમાં અહીં પહોંચ્યા હતા. મોદીએ કિલાની અંદર જઈને અક્ષય વટના દર્શન કર્યા હતા. મોદીએ આના તરફ સરસ્વતી કુપને પબ્લિક માટે ખોલવાની જાહેરાત પણ કરી હતી. આ કિલાનું નિર્માણ મોગલ સમ્રાટ અકબરે ૧૫૮૩માં કરાવ્યું હતું. કિલાના થોડાક હિસ્સાને જ પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે. બાકીના હિસ્સાનો પ્રયોગ ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે. અહીં અક્ષય વટ નામથી એક વૃક્ષ છે. પાતાલપુર મંદિર પણ છે. નિષ્ણાતો મુજબ સરસ્વતી કુપને ત્રિવેણીની ગુપ્ત ધારા તરીકે ગણવામાં આવે છે. અકબર કિલ્લાના પશ્ચિમ દિશામાં આ સ્થિત છે. રામ મંદિરના નિર્માણની માંગ અંગે યોગીએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર ચોક્કસપણે બનશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા યોગીએ કહ્યું હતું કે, રામ મંદિર અમે જ બનાવીશું. જે લોકો રામ અને કૃષ્ણને કાલ્પનિક ગણાવતા હતા તે લોકો હવે જનોઇધારી બની ગયા છે.