મોદીના નેતૃત્વમાં દેશ ઇમાનદારી તરફ વધ્યો છે : રૂપાણી

700
guj1122017-4.jpg

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ મિડિયા સેન્ટર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા આજે જણાવ્યું હતું કે, સીએસઓમાંથી જાહેર કરવામાં આવેલા જીડીપીના આંકડાઓ તેજીનો સંકેત આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઇમાનદારી તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, જીડીપીના આંકડામાં જે વૃદ્ધિ થઇ છે તે દેશના અર્થતંત્ર માટે પ્રગતિના સંકેત તરીકે છે. જીડીપીના આંકડાના કારણે સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહનું વાતાવરણ સર્જાઈ ગયું છે. ભાજપ સરકાર અર્થવ્યવસ્થાના તમામ માપદંડના આર્થિક સફળતાના નવા આયામ મેળવી રહી છે. આજે રજૂ કરવામાં આવેલા આર્થિક વિકાસના તમામ માપદંડોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ છે. રૂપાણીએ કહ્યું હતું કે, 
આંકડાઓ સાબિત કરે છે કે, નોટબંધી અને જીએસટીને દેશના લોકો સ્વિકાર કરી ચુક્યા છે. એનડીએની સરકાર જ્યારે વાજપેયી વેળા હતી ત્યારે દેશનો જીડીપી રેટ ૮.૪ ટકા હતો. મનમોહનસિંહના શાસનકાળમાં ૪.૮ ટકા થઇ ગયો હતો. મોદીના શાસનમાં હવે ફરી સરેરાશ ૭.૫ ટકા જીડીપીનો દર છે. એક ત્રિમાસિકમાં આર્થિક સુધારાના કારણે ગ્રોથ રેટ ઘટી શકે પરંતુ બીજા ત્રિમાસિકમાં જે વધારા થયા છે તે દર્શાવે છે કે, ભારત આર્થિક સત્તા બનવા તરફ છે. મેન્યુફેક્ચરિંગ ગ્રોથ સાત ટકા, પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટર ગ્રોથ ૧૧.૪ ટકા રહ્યો છે. માઈનિંગ ગ્રોથ ૫.૫ ટકા રહ્યો છે. પબ્લિક સર્વિસ સેક્ટર ગ્રોથ ૬ ટકા, કોમર્શિયલ વાહનોમાં વેચાણ ગ્રોથ ૨૧ ટકા, બાંધકામ ક્ષેત્ર ગ્રોથ ૨.૬ ટકા અને નાણાંકીય સર્વિસ ગ્રોથ ૫.૭ ટકાનો રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજે જાહેર કરાયેલા આંકડા ભારતની ઓટો મોનસ વિશ્વસનીય સંસ્થાના છે. કોઇ રાજકીય પક્ષ કે સંસ્થાના નથી. અનેક વૈશ્વિક સંસ્થાઓ પણ ભારતનું મજબૂત ચિત્ર રજૂ કરી ચુક્યા છે.
 

Previous articleગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવામાફીનો ૧૦ દિવસમાં નિર્ણય કરશે : રાહુલ ગાંધી
Next articleવીજળી ખરીદી દ્વારા ખાનગી કંપનીઓને માલામાલ કરાઈ