આતંકવાદી સંગઠન ગઝવત ઉલ હિંદના ચીફ ઝાકીર મૂસાની તલાશમાં ભારતની જાસૂસી સંસ્થાઓ આકાશ પાતાળ એક કરી રહી છે.ઝાકીર મૂસા રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં હોઈ શકે છે તેવી બાતમીના આધારે પોલીસને એલર્ટ કરી દેવાઈ છે.રાજસ્થાન અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારે ચોક્કસ બનાવાઈ છે.આવતા જતા દરેક લોકો પર પોલીસ નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ઝાકીર મૂસા રાજસ્થાનમાં ઘુસ્યો હોવાની બાતમી એજન્સીઓને મળી હતી.પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી પોલીસ એમ પણ એલર્ટ પર હોય છે,તેમાં પણ ઝાકીર મૂસાની હાજરીના અહેવાલોથી હોટલો સહિત ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાઈ રહ્યુ છે.