ઉદ્ધવ ઠાકરેના અયોધ્યા સફળ પ્રવાસ બાદ હવે શિવસેનાએ નારો આપ્યો છે કે, અયોધ્યા ઝાંકી છે. મથુરા અને કાશી બાકી છે. સોમવારના દિવસે શિવસેના પ્રમુખ પંઢરપુર જઇ રહ્યા છે ત્યાં તેઓ પૂજા પાઠ કરીને સાધુ સંતોની સાથે ચંદ્રભાગા નદી પર મહાઆરતી કરશે. ત્યારબાદ એક જનસભાને સંબોધશે. એમ કહેવામાં આવે છે કે, પંઢરપુરથી પરત ફર્યા બાદ ઉદ્ધવ ઠાકરે મથુરા અને કાશી જવાની યોજના બનાવી રહ્યા છે. શિવસેનાના સુત્રોના કહેવા મુજબ હાલમાં ઉદ્ધવ ઠાકરેનું સંપૂર્ણ ધ્યાન પંઢરપુર ઉપર કેન્દ્રિત થઇ ગયું છે જ્યાં પાર્ટી પોતાની રાજકીય તાકાત દર્શાવવા માટે તૈયાર છે. ત્યારબાદ ઉદ્ધવ વારાણસી જશે. વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં પડકાર ફેંકશે. એમ માનવામાં આવે છે કે, ઠાકરે ત્યાં એક સભાને સંબોધિત કરશે. વારાણસીના પ્રવાસની અંતિમ રુપરેખા આ મહિનાના છેલ્લા સપ્તાહ સુધી તૈયાર કરી લેવામાં આવશે.
કાશી બાદ શિવસેના પ્રમુખ મથુરા જશે. શિવસેનાએ પણ લોકસભાની ૮૦ સીટો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગયા મહિનામાં અયોધ્યા દરમિયાન ઉદ્ધવને સારો પ્રતિસાદ મળ્યો હતો.