ભારતે આજે પરમાણુ સક્ષમ સ્ટ્રેટેજીક મિસાઈલ અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલની રેન્જ ૪૦૦૦ કિલોમીટરની છે.
પરમાણુ હથિયારોથી સજ્જ બેલાસ્ટીક મિસાઈલ-૫ના પરીક્ષણ બાદ હવે ચારનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારત દ્વારા અગ્નિ-૬ ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચીનની મિસાઈલ અને પરમાણુ ક્ષમતા ભારત કરતા ખૂબ વધારે હોવા છતાં ભારતે તેની ક્ષમતામાં સતત વધારો કર્યો છે.
ઓરિસ્સાના દરિયાકાંઠે બાલાસોરથી આ મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.
પરિક્ષણ કરવામાં આવ્યુ ત્યારે ટોચના સંરક્ષણ વૈજ્ઞાનિકો અને ડીઆરડીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જના ડિરેક્ટરે માહિતી આપતા કહ્યુ હતુ કે ટેસ્ટ ફાયરિંગને સંપૂર્ણપણે સફળતા મળી છે. આ મિસાઈલની સંપૂર્ણ રેન્જ અમલી રહી હતી. આ મિસાઈલમાં અતિઆધુનિક સુવિધાઓ રહેલી છે. અતિઆધુનિક મિસાઈલ વજનમાં પ્રમાણમાં ઓછી છે. આ મિસાઈલ ડીઆરડીઓ દ્વારા વિકાસના તબક્કામાં છે. અગ્નિ-૪ મિસાઈલનું ચોથી વખત ડેવલોપમેન્ટ ટ્રાયલ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.
આ મિસાઇલનું અબ્દુલ કલામ આઈલેન્ડ જેને વિલર આઈલેન્ડ તરીકે પણ ગણવામાં આવે છે ત્યાંથી ઇન્ટેગ્રેડેડ ટેસ્ટરેંજના લોંચ કોમ્પ્લેક્ષ ચાર પરથી સવારે ૮.૩૫ વાગે પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ઓરિસ્સાના દરિયાકાંઠા પર રડાર અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સિસ્ટમને પહેલાથી જ વ્યવસ્થિત કરી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ ભારતે બીજી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે પહેલા ૨૦મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે અગ્નિ-૪ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. તે પહેલા આ મિસાઈલનું પરિક્ષણ ૧૯મી સપ્ટેમ્બર ૨૦૧૨ના દિવસે આ જ જગ્યાએ કરવામાં આવ્યુ હતુ.આ મિસાઈલની રેન્જ ૪૦૦૦ કિલોમીટર છે. આ મિસાઈલ અતિ આધુનિક છે અને તેમાં પ્રકારની સુવિધાઓ રહેલી છે તેવું જાણવા મળ્યુ છે. અગ્નિ-૪ મિસાઈલના પરિક્ષણ ઉપર તમામ લોકોની નજર કેન્દ્રીત થઈ ગઈ છે. આ મિસાઈલની લંબાઈ ૨૦ મીટરની અને વજન ૧૭ હજાર કિલોગ્રામ જેટલું છે. ટાર્ગેટને નક્કી કરવા માટે અને ગાઈડ કરવા માટે સાધનો ગોઠવાયેલા છે. ડીઆરડીઓના અધિકારીઓએ કહ્યુ હતુકે આ મિસાઈલ ખૂબજ વિશ્વસનિય છે અને પરિણામલક્ષી છે. આ મિસાઈલ જમીનથી જમીનમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. વધુ પરીક્ષણો બાદ તેને સ્ટ્રેટેજીક ફોર્સેસ કમાન્ડમાં સામેલ કરવામાં આવશે. ચીનના મોટાભાગના વિસ્તારો આની હેઠળ આવરી લેવામાં આવ્યા છે.