ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા સુનામીનું તાંડવ, ૨૨૨ લોકોનાં મોત

538

ઇન્ડોનેશિયાના જ્વાળામુખી દ્વિપ સુંડામાં આજે ફરી એકવાર વિનાશકારી સુનામીનું મોજુ ફરી વળ્યું હતું જેના કારણે અભૂતપૂર્વ નુકસાન થયું છે. સુનામીથી મોતનો આંકડો ૨૫૦થી પણ ઉપર પહોંચી ચુક્યો છે જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા હજારોમાં આંકવામાં આવી રહી છે. આજના સુનામી મોજાની સાથે જ વર્ષ ૨૦૦૪માં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ બાદ સુનામીથી થયેલા નુકસાનની યાદ તાજી થઇ હતી. તે વખતે ભૂકંપ અને સનામીમાં આશરે બે લાખથી વધુ લોકોના મોત થઇ ગયા હતા. દુનિયાની સૌથી મોટી હોનારત પૈકી એક તરીકે આને ગણવામાં આવે છે. આજે સવારે દરિયાની નીચે જ્વાળામુખી અને વિશાળ શીલાઓ સરકવાના લીધે સુનામીની લહેરો ઉઠી હતી જેમાં ૨૫૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા હતા. ઘાયલોની સંખ્યા હજારોમાં છે.

રિંગ ઓફ ફાયરમાં સ્થિત હોવાના કારણે ઇન્ડોનેશિયામાં દુનિયામાં સૌથી વધારે ભૂકંપ અને સુનામી આવે છે. આજે સુનામી ત્રાટકતા હજારો મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ હતી. સુંડા દ્વિપમાં સૌથી વધારે નુકસાન થયું હતું. ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાનું કહેવું છે કે, હજારોની સંખ્યામાં લોકોને ઉંચાણવાળા વિસ્તારોમાં ખસેડવાની ફરજ પડી તી. સુનામી દરમિયાન ૧૫થી ૨૦ મીટર ઉંચી લહેરો ઉઠી હતી જેના લીધે આ નુકસાન થયું હતું. દ્વિપમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ વર્ષે સુલવેસુ દ્વિપમાં આવેલી ભૂકંપ અને સુનામીના લીધે ૮૦૦થી પણ વધુ લોકોના મોત થયા હતા. દુનિયામાં પૃથ્વીની સપાટી ઉપર સક્રિય જ્વાળામુખી પૈકી અડધાથી વધુ જ્વાળામુખી આ વિસ્તારમાં આવે છે.

આજ કારણસર આ વિસ્તારને રિંગ ઓફ ફાયર અથવા તો આગના ગોળા તરીકે કહેવામાં આવે છે. આ ક્ષેત્રમાં દર વર્ષે ભૂકંપ અને સુનામીના કારણે અભૂતપૂર્વ નુકસાન થાય ચે. ૨૦૦૪માં ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીએ હિંદ મહાસાગરના દરિયા કાંઠા પર આવેલા દેશોમાં ભારે તબાહી મચાવી હતી અને સવા બે લાખ લોકોના મોત થઇ ગયા હતા. નવેસરથી વિનાશક સુનામીમાં મોતનો આંકડો વધી શકે છે.

ટીવી ઇમેજમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે સુનામી મોજા દરિયાકાંઠે ત્રાટક્યા ત્યારે આસાપાસના વિસ્તારોમાં મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા. મોટાભાગના મકાનો લાકડા અને મેટલના બનાવવામાં આવે છે. ૨૬મી ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા ૧૩ દેશોમાં ૨૨૬૦૦૦ લોકોના મોત થયા હતા. એકલા ઇન્ડોનેશિયામાં તે વખતે ૧૨૦૦૦૦ લોકોના મોત થયા હતા. ૧૮૮૩માં ક્રાકાટાઉમાં જ્વાળામુખી ફાટતા સુનામીથી ૩૬૦૦૦ લોકોના મોત થઇ ગયા હતા. ૧૮૮૩માં વિનાશક જ્વાળામુખી બાદ અફડાતફડી મચી ગઈ હતી. દુર્ઘટનાઓની શ્રેણીનો દોર જારી રહ્યો છે. આ વર્ષે અનેક જ્વાળામુખી અને ભૂકંપના બનાવો બની ચુક્યા છે. લાયન એર પેસેન્જર વિમાન ઓક્ટોબર મહિનામાં જ દુર્ઘટનાગ્રસ્ત થતાં ૨૦૦ લોકોના મોત થયા છે. આ  ઉપરાંત આ વર્ષે જ ડબલ ભૂકંપ અને સુનામીથી સુલાવેસી દ્વિપમાં હજારો લોકોના મોત થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ સત્તાવાળાઓએ સુંડા દ્વિપની આસપાસ દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તથા પ્રવાસીઓને બીચથી દૂર રહેવા માટે સૂચના આપી છે. આ ચેતવણીને ૨૬મી ડિસેમ્બર સુધી અમલી રાખવામાં આશે. બીજી બાજુ ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવેલા લોકોને તરત પરત ન ફરવા કહેવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયામાં વિનાશકારી સુનામી બાદ એપ્રિલ મહિનામાં જ ફેર ચૂંટણીમાં ઉતરેલા પ્રમુખ જોકો વિડોડોએ ટિ્‌વટર પર કહ્યું છે કે, બચાવ અને રાહત કામગીરી મોટાપાયે હાથ ધરવા તમામ સંબંધિત સરકારોને સૂચના આપવામાં આવી છે. બચાવ કાર્યકરો અને એમ્બ્યુલન્સને અસરગ્રસ્ત વિસ્તારોમાં અડચણ પડી રહી છે. કારણ કે, નુકસાન પામેલા મકાનો, ઉથલી પડેલી કારો અને ધરાશાયી થઇ ગયેલા વૃક્ષોના પરિણામ સ્વરુપે તમામ રસ્તા બ્લોક થઇ ગયા છે.લોકલ રોપ બેન્ડને પણ સુનામી મોજાના લીધે ભારે નુકસાન થયું છે. સુનામી મોજા ત્રાટક્યા ત્યારે બાનટેન પ્રાંતમાં તાનજંગમાં આઉટડોર સ્ટેજ ઉપર લોકલ રોક બેન્ડ દ્વારા પરફોર્મ કરવામાં આવી રહ્યું હતું. આમા કેટલાક સંગીતકારોના મોત થઇ ચુક્યા છે. બીજા લાપત્તા થઇ ચુક્યા છે. બેન્ડમાં તમામ લોકો તરત જ લાપત્તા થઇ ગયા હતા. જાવામાં બાનટેન પ્રાંતના દરિયાકાંઠામાં સૌથી વધુ નુકસાન થયું છે. બીજી બાજુ આસપાસના મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. કેટલાક સ્ટેજ જ્યાં કાર્યક્રમો ચાલી રહ્યા હતા તે તુટી પડ્યા હતા. સેંકડોની સંખ્યામાં લોકો લાપત્તા થયેલા છે. કાર્યક્રમોના સ્થળો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. લોકલ રોક બેન્ડના ૧૭ સભ્યો લાપત્તા દર્શાવવામાં આવી રહ્યા છે.

Previous articleપરમાણુ સક્ષમ અગ્નિ-૪ મિસાઈલનું પરિક્ષણ થયુ
Next articleમહાગઠબંધન એ સમૃદ્ધ રાજવંશોની ક્લબ છેઃ પીએમ મોદી