પર્થ ટેસ્ટમાં કારમી હાર બાદ ફરી એક વખત ભારતીય ટીમની વિદેશ પ્રવાસમાં સિરિઝ જીતવાની ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ટીકાકારોને વળતો જવાબ આપ્યો છે.
શાસ્ત્રીએ કહ્યુ છે કે હજારો માઈલ દુર બેઠા બેઠા ટીકા કરવી બહુ સહેલી છે.અમે ટીમ માટે જે શ્રેષ્ઠ છે તે જ કરી રહ્યા છે.સિલેક્શનમાં એક માત્ર દ્વિધા જાડેજાને રમાડવાને લઈને હતી પણ એ કોઈ એવી મોટી વાત નથી જે ક્રિકેટના પંડિતો કરી રહ્યા છે.
જાડેજા અને ઈશાંત વચ્ચે મેદાન પર થયેલી લડાઈ અંગે શાસ્ત્રીએ કહ્યુ હતુ કે મને આ પ્રકારની ઘટનાઓના કવરેજથી હેરાની થતી નથી.તેના કારણે ઉલટાનુ ટીમની એકતા વધે છે.
કોહલીના સમર્થનમાં શાસ્ત્રીએ કહ્યુ હતુ કે તેના વર્તનમાં શું ખોટુ હતુ,મને લાગે છે કે કોહલી જેન્ટલમેન છે,તમે (મીડિયા) સવાલ ઉઠાવી શકો છો.
જોકે શાસ્ત્રીએ સ્વીકાર્યુ હતુ કે ઓપનરોની સમસ્યા ટીમને નડી રહી છે.ઓપનર બેટ્સમેનની નિષ્ફળતા ચિંતાનો વિષય છે. શાસ્ત્રીએ મયંક અગ્રવાલને ઓપનિંગમાં તક આપવાના સંકેત પણ આપ્યા હતા.