ડબલ્યુ.વી.રમન ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બન્યા પછી ફરી એ વાત પર ચર્ચા થવા લાગી છે કે મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે મહિલાની નિમણુક કેમ થતી નથી. આ સવાલ પણ ઘણી ચર્ચા થઈ શકે છે. જોકે અસલી મુશ્કેલી એ છે કે મહિલા કોચની ખોટ. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી મોટાભાગની મહિલાઓ કોચિંગના ક્ષેત્રમાં કોઈ રસ રાખતી નથી. આ જ કારણે મહિલા ક્રિકેટની દમદાર ટીમો (ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ) પાસે પુરુષ ખેલાડી જ પ્રોફેશનલ કોચના રુપમાં જોવા મળે છે.
કોઈપણ ટીમના કોચિંગ માટે અલગ ક્રિકેટ બોર્ડ દ્વારા ચલાલવામાં આવતા કોચિંગ કોર્સ કરવો પણ જરુરી બની ગયું છે. જો પુરુષ કોચની વાત કરવામાં આવે તો તેમનું વલણ પ્રોફેશનલ હોય છે. તે આધુનિક ટેકનોલોજી પણ પરિચિત હોય છે.
ભારતમાં તમામ મહિલા ખેલાડી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પરિવારમાં વ્યસ્ત રહે છે અથવા કોમેન્ટ્રી કરવાનું પસંદ કરે છે. ભારતમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા સુનીતા શર્મા તેમાં અપવાદ છે. જોકે તેમને ખાસ મહત્વ મળતું નથી. આ સિવાય ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ચર્ચા છેલ્લા ચાર-પાંચ વર્ષથી જ શરુ થઈ છે.