ગુજરાતમાં ભાજપને ૧૧૦ બેઠકો મળવા માટે મત રજૂ

777
guj1122017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દેશભરમાં ઉત્સુકતા અને ઉત્તેજના પ્રવર્તી રહી છે. ગુજરાતમાં કોને કેટલી સીટો મળશે તેને લઇને જુદા જુદા સર્વે અને પોલના તારણો વારંવાર જારી થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં સટ્ટાબજારમાં પણ ગરમી આવી ગઈ છે. રાજસ્થાનના સટ્ટાબજારમાં હાલ ગુજરાત ચૂંટણીને લઇને ચર્ચા છે. રાજસ્થાનમાં ફલૌદી અને બીકાનેરના સટોડિયાઓએ અભિપ્રાય આપતા કહ્યું છે કે, ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટીની જીત થશે પરંતુ અગાઉની ચૂંટણીની સરખામણીમાં તેની સીટો ઘટશે. રાજસ્થાનના સટ્ટા બજારમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને પણ મોટાપાયે સટ્ટા રમાયા હતા પરંતુ તે વખતે સટોડિયાઓની  ગણતરી ઉંધી સાબિત થઇ હતી. સટોડિયાઓએ ઉત્તર પ્રદેશમાં ભાજપને ૧૯૨થી ૨૦૦ બેઠકો આપી હતી જ્યારે ભાજપને ૩૨૫ સીટો મળી હતી. એક અન્ય સટોડિયાના કહેવા મુજબ આ વખતે ખુબ ઓછા લોકો સટ્ટા રમી રહ્યા છે. આ વખતે ૧૦૦૦ રૂપિયાની મર્યાદા નક્કી રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો હતો. ગુજરાત ચૂંટણીમાં સટોડિયાઓના કહેવા મુજબ ભાજપને ૧૦૭થી ૧૧૦ સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસ પાર્ટીને ૭૦થી ૭૨ સીટો મળી શકે છે. ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ૧૮૨ સીટોમાં ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૮ સીટો મળી હતી. આ વખતે ભાજપ માટે ૫૦ પૈસા અને કોંગ્રેસ માટે બે રૂપિયાનો સટ્ટો છે. સીટોની સંખ્યાના સંદર્ભમાં પ્રવાહ બદલાઈ રહ્યા છે. હજુ પણ ભાજપની જીતને લઇને આશંકા દેખાઈ રહી છે. જો કે, ગુજરાતમાં મોદીની રેલી બાદ સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે. સટોડિયાઓના કહેવા મુજબ નિયમિત સટોડિયાઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સુરક્ષિતરીતે સટોડિયાઓ રમત રમી રહ્યા છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સટોડિયા વધુ સક્રિય થઇ શકે છે.
 

Previous articleપીએમ મોદી ગુજરાતમાં ફરી બે દિવસ ચુંટણી પ્રચાર કરશે
Next articleઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપના વિજય બદલ વિજયોત્સવ મનાવાયો