તારાપુર વટામણ-બગોદરા હાઇવે પર સાબરમતી નદી પરનો પુલ જર્જરિત હોવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે બગોદરાથી વાસદ જવા તથા પરત આવવા બગોદરા-ધોળકા-રામપુર-રઢુથી નેશનલ હાઇવે નં-૮ થઇ વાસદ, બગોદરાથી બોરસદ ધર્મજ તરફ જવા માટે તથા પરત આવવા માટે બગોદરા-ધોળકા ને.હા.નં.૮ માતર-સોજિત્રા-પેટલાદ થઇને ધર્મજ તેમજ બોરસદ આવી શકાશે.
બગોદરાથી તારાપુર ખંભાત તરફ જવા માટે તથા પરત આવવા માટે બગોદરા-ધોળકા-ને.હા.નં.૮ – માતર-સોજિત્રા-તારાપુર તેમજ ભાવનગર વટામણથી વાસદ તરફ જવા માટે વટામણથી ધોળકા-રામપુર-રઢુથી ને.હા.નં.૮ ઉપર થઇને વાસદ, ભાવનગર-વટામણથી તારાપુર-ખંભાત તરફ જવા માટે તથા પરત જવા માટે વટામણ-ધોળકા-ને.હા.નં.૮ માતર-સોજિત્રા-તારાપુર, જ્યારે ભાવનગર-વટામણથી બોરસદ-ધર્મજ તરફ જવા માટે તથા પરત આવવા માટે વટામણ-ધોળકા- ને.હા.નં૮-માતર-સોજિત્રા-પેટલાદથી ધર્મજ તેમજ બોરસદ જઇ શકાશે.