પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું એ બાદ રોજે રોજ ત્યાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો થાય છે. હવે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું છે ત્યારથી મોટે ભાગે વ્યુઇંગ ગેલેરી પર જવાની લિફ્ટ વારંવાર ખોટકાવાની ઘટના બનતી હતી, જેને લીધે પ્રવાસીઓએ પોતાની ટિકિટના પૈસા રિફન્ડ લેવા હોબાળો પણ મચાવ્યો હતો. આ જ કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ આ લિફ્ટ બનાવતી કંપનીને તાત્કાલિક લિફ્ટ રિપેર કરવા તાકીદ પણ કરી હતી. એ બાદ લિફ્ટ તો બરાબર ચાલી રહી છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાનું એક્સેલેટર બગડવાની ઘટના બનતા પ્રવાસીઓમાં ફરીથી નારાજગી છવાઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ૪૦૦ મીટર સુધી જવા સિનિયર સિટિઝન્સ માટે તંત્ર દ્વારા આવા એક્સેલેટરો, ટ્રાવેલેટરો બનાવાયા છે.
હવે આ પૈકીનું એક એક્સેલેટર બગડી જતા નારાજગી સાથે અનેક પ્રશ્નો પ્રવાસીઓ કરી રહ્યા છે કે દર સોમવારે મેઈન્ટેનસના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા છતાં આવી સમસ્યાઓ સર્જાવાનું કારણ શું? દર સોમવારે મેઈન્ટેનસના નામ માત્ર ખાતર સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રખાય છે,મેઈન્ટેનસ પાછળ મહિનાના લાખો રૂપિયા ખર્ચ કરવાનો શું? મતલબ કે પછી આ લાખો રૂપિયામાં પણ અધિકારીઓનો ભાગ છે સહિત અનેક પ્રશ્નો પ્રવાસીઓ ગણગણાવી રહ્યા છે.
સાથે સાથે જ્યારે પણ હવે મેન્ટેનસ કરવામાં આવે ત્યારે ત્યારે કર્મચારીઓની કામગીરી ઉપર નિગરાની રાખવામાં આવે એવી માંગ પ્રવાસીઓ કરી રહ્યા છે.