વેરાવળ બંદરમાંથી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ, એકની ધરપકડ

675

વેરાવળ બંદરેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ છે. ગીર સોમનાથ એલસીબી અને વેરાવળ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નલિયા ગોદી વિસ્તારમાંથી જંગી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્‌યો છે. તેમજ અન્ય ૬ શખ્સો ફરાર થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે.

દરિયાઇ માર્ગે ગુજરામાં વદેશી દારૂની ઘૂસણખોરીનો પર્દોફાશ થયો છે. વેરાવળ બંદરેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ફિશિંગ બોટ દ્વારા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વેરાવળના નલિયા ગોદી વિસ્તારમાંથી જંગી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. ગીર સોમનાથ એલસીબી અને વેરાવળ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્‌યું છે. જેમાં ધનેશ્વરી નામની ફિશિંગ બોટમાંથી ૧૦ હજાર ૫૯૭ બોટલ વિદેશી દારૂ તેમજ ૨,૭૬૪ નંગ બિયર મળી કુલ ૧૯.૩૪ લાખનો વિદેશી દારૂ ઉપરાંત ૨૦ લાખની ફિશિંગ બોટ મળીને કુલ ૩૯.૩૪ લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્‌યો છે.

આ દરમિયાન વેરાવળનો નામચીન હરી ઉર્ફે જાદવ બાંડિયા નામનો બુટલેગર ઝડપાઇ ગયો છે. તેમજ અન્ય ૬ શખ્સો ફરાર થઇ ગયા છે. વિદેશી દારૂ દમણથી દરિયાઇ માર્ગે લાવવામાં આવ્યો હતો. આ દારૂ ભરેલી ફિશિંગ બોટ દમણથી વેરાવળ સુધી આવી પહોંચી હતી. ત્યાં સુધી સુરક્ષા વિભાગ અંધારામાં જોવા મળ્યું છે. ત્યારે મરીન પોલીસ સહિત દરિયાઇ સુરક્ષા કરતી એજન્સીઓ સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.

Previous articleસ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવાનું એક્સેલેટર બગડતા પ્રવાસીઓમાં રોષ, સિનિયર સિટિઝન્સને હાલાકી
Next articleકમૂરતામાં કોઇના ઘરે અવસર ન આવે પણ કુંવર તો આવે જ : વાઘાણી