જીત બાદ કુવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હું જસદણ-વીંછિયાની જનતાનો આભાર માનું છું, આગામી લોકસભામાં ભાજપને કંઇ ફેર નહીં પડે. મારા ચેલા એવસર નાકિયાને પાછો રિક્ષા હાંકતો કરી દીધો છે. ભોળા આવે તો ભલે બાકી કોઇની જરૂર નથી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ જીત જસદણની જનતાની છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી, કોંગ્રેસ છોડીને મારી સાથે ભાજપમાં આવેલા સમર્થકો તથા ભાજપના કાર્યકરોએ મારા માટે જે કામ કર્યું છે. આ જીત જીત તેમની છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થશે.