વલભીપુર શહેર ખાતે અંદાજીત સાત વર્ષથી વધુ સમય ગાળો વિતીયો હોય અને ત્યારથી હાલની ગંભીરસિંહજી હાઈસ્કુલના એક ભાગમાં બે – ત્રણ રૂમો વ્યવસ્થા પુરતા આપેલ હોય જેમાં વહીવટી કાર્ય થતુ હોય અને વિદ્યાર્થીઓ ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરી રહ્યા હોય જેને લઈ અગાઉ આચાર્ય તથા શિક્ષણપ્રેમીઓ દ્વારા ઝુબેશ હાલ ધરેલ જેમાં સરકાર દ્વારા જમીન ફાળવેલ ત્યાર બાદ અંદાજીત ત્રણ – ચાર કરોડ રૂપિયા બિલ્ડીંગ માટે પણ ફાળવેલ પરંતુ સાતથી આઠ વર્ષથી બિલ્ડીંગ વગર સરકારી વિનયન કોલેજનું ગાડું ચાલી રહ્યું હોય અને વર્ષોથી વલભીપુર શહેર તથા તાલુકાના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહીયો છે. ત્યારે આ વિ બાબતોમાં જાગૃત નાગરિકો, સમાજ સેવકો, રાજકીય આગેવાનો બની બેઠેલાઓનું ભૈદી મૌન સેવી રહ્યા હોય અને સરકારી જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ઢીલી નીતિ અને બેદરકારીની કારણે કોલેજનું બિલ્ડીંગ બનતું ન હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું હોય ત્યારે વલભીપુર એબીવીપી સંગઠનના પુર્વ નગરમંત્રી હાર્દિક ચૌહાણ દ્વારા સરકારી વિનયન કોલેજનું બિલ્ડીંગ તાત્કાલિક નવુ બનાવવા માંગ કરેલ ઈ. અન્યથા ટું સકયમાં લાગતા -વળગતા જવાબદારોને લેખીત રજુઆત કરી ઉગ્ર આંદોલન કરવાની પણ હાર્દીક ચૌહાણે ચિમકી ઉચ્ચારેલ હતી.