રાજુલાના ખાંભલીયાથી હડમતીયા, દેવકા, કુંભારીયાના નવા રોડમાં દે ધનાધન, રોડ સફેટી માટે પથ્થર કાંકરીના બદલે ગામની હદની કાચી માટી નાખી કરાતા ભ્રષ્ટાચારની પોલ ખોલતા ચેરમેન ભીખાભાઈ પીંજર.
રાજુલાના ખાંભલીયાથી હડમતીયા, દેવકા, કુંભારીયાના નવા રોડ બનાવવા અનેક રાજકારણીઓને જિલ્લા પંચાયતથી ગાંધીનગર સુધી અનેક રજુઆતોના અંતે માંડ માંડ નવા રોડની મંજુરી બાદ માથે ઉભા રહી રોડનું કામ કરાવેલ ત્યાં સુધી વાંધો ન આવ્યો પણ તે રોડની સેફટી માટે પથ્થર, કે કપચી કાંકરીના બદલે હડમતીયા ગામની હદની કાચી માટી નાખતાની જાણ થતા ખળભળાટ મચી ગયો કારણ આ કાચી માટીથી ચોમાસાના આવતા ધસમસતા પાણી અને રોડ સાઈડમાં ભરાતા પાણીમાં કાચી ચમાટી તો જશે પણ જનતાના પરસેવાના લાખો રૂપિયા પાણીમાં જશે આ બાબતે રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજરે સ્ટેટ હાઈવે પી.ડબલ્યુ.ડી. થી લઈ અમરેલીથી ગાંધીનગર સુધી રજુઆતો કરાઈ કાચી માટી નાખવાનું બંધ નહી થાય તો અંતે ચાર ગામના ગ્રામજનો દ્વારા રોડ ચક્કાજામ થવા ચક્રોગતિમાન થાય છે.