રાજુલા પંથકમાં સિંહોની સુરક્ષા અર્થે પેટ્રોલીંગ કરવા ટ્રેકરોને કડક સુચના

1042

રાજુલા વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા કાજ આરએફઓ રાજલબેન પાઠક તેમજ રાજયગુરૂ દ્વારા કરાયેલ આદેશ મુજબ રાત્રી કડકતી ઠંડીમાં વડલીથી લઈ ઉચૈયા, રામપરા, ભચાદર, સુધી રાત દિવસ પેટ્રોલીંગ કરવા વન વિભાગના ટ્રેકરોને કડક સુચના.

રેલ્વે માલગાડીમાં કપાઈ મારતા સિંહોની સુરક્ષા તેમજ ગ્રામ્ય વિભાગમાં પણ સુરક્ષા માટે વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા કાજ ઉપરથી આ દેશ મુજબ ફોેરસ્ટર રાજયગુરૂને આરએફઓ રાજલબેન પાઠક દ્વારા અપાઈ કડક સુચનાથી તમામ વન ટ્રેકરોને સિંહોની સુરક્ષા કાજે વન વિભાગમાં અફડા તફડી મચી ગઈ તેમજ આ વિસ્તારમાં પ૦ સિંહો ઉપરાંત સિંહ પરિવાર વસે છે અને તેનું આશ્રમય સ્થાન બનાવી દીધું છે અને વન વિભાગ પાસે સ્ટાફ સિંહોની સુરક્ષા ગ્રામજનોની સુરક્ષા ગામોના પશુ ધનની સુરક્ષા માટે ઘણો ઓછો હોવાથી ગ્રામજનો દોષનો ટોપલો સ્થાનિક આરેઅફઓ તેમજ ફોરેસ્ટર અને વનકર્મીઓ ઉપર ઉતારે છે તો વન વિભાગના ઉચ્ચ અધિકારી સી.સી. એફ સુધી આ વાતને લઈ રામપરા, ઉચૈયા, ભચાદર ધારાના નેસના સરપંચો દ્વારા પ્રથમ ફેકસ દ્વારા અને તેમ છતાં વન વિભાગના ટ્રેકર સ્ટાફ વધારવા કાર્યવાહી નહીં થાય તો સીસીએફડી એફઓને રૂબરૂ રજુઆત કરવા ચક્રોગતિમાન થયા છે. કારણ એક દાખલો લઈએ કે રાજુલા વન વિભાગના અધિકારીઓ નીચે ર૭ ગામો આવે છે અને સિંહોની સંખ્યા પ્રમાણે સ્ટાફ ઓછો હોવાથી બધી જગ્યાએ અધિકારીઓ કઈ રીતે પહોંચી શકે અને જયા ત્યાં ભટકતા રેઢીયાર ઢોરના મારણ કદાચ કોઈ ગામમાં જઈને ભુખ મીટાવળા મારણ કરતા હોય છે. સિંહો રાષ્ટ્રનું ગૌરવ છે તે ખડતો નહીં ખાય. તેમ ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ વેપારીયા, તખુભાઈ સરપંચ ચાદર, રામપરા સરપંચ સનાભાઈ વાધ ધારાના નેસ સરપંચ મહેશભાઈ તેમજ સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયાએ પણ સિંહોની તેમજ ગ્રામજનો, ગ્રામ જનોના પશુધનની સુરક્ષા માટે વન વિભાગના ઉચચ અધિકારીઓને આ બાબતે વન ટ્રેકરો વધારવા રજુઆતો માટે ચક્રોગતિ માન કર્યા છે.

Previous articleખડસલીયા ગામે ખેડુત સંમેલન યોજાયું
Next articleઅલ્ટ્‌્રાટેક ગુજરાત સિમેન્ટ વર્કસ દ્વારા શિયાળબેટમાં વિવિધ કાર્યક્રમો યોજાયા