નવાગામ ખાતે વાડીમાં જુગાર રમતા સાત બાઝીગર ઝડપાયા

1672

ભાવનગર એસઓજી ટીમ દ્વારા આજે પુર્વ બાતમીના આધારે વરતેજ તાબેના નવાગામ ખાતે વાડીમાં દરોડો પાડીને જુગાર રમતા ૭ બાઝીગરોને રોકડ તથા મોબાઈલ મળી રૂા. રર,૦પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એસોઅજીના પોલીસ કોન્સ. શરદભાઇ ભટ્ટ તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુકત બાતમી આધારે નવાગામ રોડ ઉપર આવેલ વાડીમાં જાહેરમાં ગંજીપાનાના પાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો  લક્ષ્મણભાઇ માસાભાઇ ઢીલા ઉ.વ.૬૫ રહે.શિહોર, રાજુભાઇ પરશોતમભાઇ શિહોરા ઉ.વ. ૩૪ રહે. રાજપરા,  વિક્રમસિંહ ગુલાબસિંહ ગોહિલ ઉ.વ.૬૧ રહે. શામપરા, પ્રવિણસિંહ મહિપતસિંહ ગોહીલ ઉ.વ.૫૪ રહે.ચમારડી, સેફાભાઇ ભીખાભાઇ ખમલ ઉ.વ.૫૨ રહે. શામપરા, યોગેશભાઇ શીવાભાઇ ગોસાઇ ઉ.વ.૩૫ રહે.રાજપરા તથા ભીખાભાઇ પરશોતમભાઇ મકવાણા ઉ.વ.૬૪ રહે. રાજપરાવાળાઓને ગંજીપાનાના પાના તથા રોકડ રૂપિયા ૧૬,૫૫૦/- તથા મોબાઇલ ફોન-૪ મળી કુલ કિ. રૂપિયા ૨૨,૦૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના  હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ, શરદભાઇ ભટ્ટ , અતુલભાઇ ચુડાસમા, હારીતસિંહ ચૌહાણ,  મુકેશભાઇ પરમાર જોડાયા હતા.

 

Previous articleભાવનગર જિલ્લામાં કુંવરજીની જીતનો જશ્ન
Next articleનવાપરામાં રહેણાંકી મકાનમાંથી દારૂ બિયર સાથે શખ્સને ઝડપી લેતી SOG