તંત્ર દ્વારા ૧૫૦૦૦ પોસ્ટલ બેલેટ પેપરની વ્યવસ્થા કરાઇ

700
gandhi2122017-6.jpg

જિલ્લાની ૫ વિધાનસભા મત વિભાગની સામાન્ય ચૂંટણીઓ અંગે ભારતના ચૂંટણી પંચે નિયુક્ત કરેલા ત્રણ જનરલ ઓબ્ઝર્વરપાંડુરંગા બોમ્મહા નાઇક, મનોજકુમાર શર્મા, અરૂણ બી અન્હલે તથા પોલીસ નિરીક્ષક અવ્યુલા રમેશ રેડ્ડીએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતીષ પટેલે તેમાં જણાવ્યુ હતું કે તારીખ ૭મી ડિસેમ્બર સુધીમાં દરેક ઘરે મતદાર કાપલી પહોંચાડાશે. તેમાં મતદાન મથક સુધી પહોંચવાની ગાઇડ લાઇન હશે.  
ઉપરાંત અંદાજે ૧૫,૦૦૦ પોસ્ટલ બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય અને રાજ્ય બહાર ફરજ બજાવતા કર્મચારી અને લોકો માટે ૧૯૬ જેટલા સર્વિસ મતદારો માટે ડિજીટલ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા મતદાનના બે દિવસ પહેલા ઇ-બેલેટ મોકલાશે. 
જિલ્લામાં કાયદો વ્યવસ્થા અંગે કોઇ સમસ્યા નથી, તમામ ઉમેદવારો તરફથી સારો સહકાર મળ્યો છે. ૯૬ ટકા હથિયારો જમા થઇ ગયા છે. 
ચૂંટણી ખર્ચના હિસાબો અંગે ચીફ નોડલ ઓફિસર મોનીટરીંગ સેલના વડા દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી ખર્ચાઓ અંગે યોગ્ય રજિસ્ટરની નિભાવણી થાય તે માટે તબક્કાવાર રાજકીય પક્ષો સાથે બેઠકો યોજીને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે. 

Previous articleખોરજ દારૂ કેસ : રોહિત ૧૦ દિવસનાં રિમાન્ડ પર, મુખ્ય સુત્રધારો અંગે સસ્પેન્સ
Next articleવિશ્વકર્મા ક્રાંતિ સંગઠન ધ્વારા કલોલમાં ગરમ કપડાનું વિતરણ