માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ઠરતા ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં. પ્રમુખ જયેશભાઈ શાહ સહિત હોદ્દેદારો દ્વારા એરપોર્ટ રોડ, રવેચીધામ પાસેની ઝુપડપટ્ટીમાં જઈને ગરીબ લોકોને ર૦૦ ઉપરાંત ધાબળા વિતરણ કર્યા હતા તેમજ બાળકોને ચીકી, લાડવા તથા રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.