ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૨ અને ૩ નો સંયુક્ત સેવાસેતું કાર્યક્રમ સેકટર-૨૦ની ચિલ્ડ્રન યુનિવર્સીટી ખાતે યોજાયો હતો. આ સેવાસેતું કાર્યક્રમમાં કુલ ૧૮૧૨ અરજીઓ મળી હતી. જે તમામ અરજીઓનો નિકાલ થયો હતો.
સેવાસેતું કાર્યક્રમમાં ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરનું સ્ક્રનીંગનો ૩૪૬ લોકોએ લાભ લીધો હતો. આધાર કાર્ડની નોંધણી-૭૨ લોકોએ કરી હતી. મા વાત્સલ્ય કાર્ડ ૨૫લોકોને અપર્ણ કરવામાં આવ્યું હતું. બેંક એકાઉન્ટ સાથે આધાર લીંક તથા મોબાઇલ લીંકનું જોડાણ ૩૨૦ લોકોએ કારવ્યું હતું. એલ.ઇ.ડી બલ્બ અને ટયુબ લાઇટનું ૧૮૩ વેચાણ, જાતિ પ્રમાણ પત્રો અને રેશનકાર્ડને લગતી ૩૭ સેવાઓ આપવામાં આવી હતી. તે ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા કેન્દ્રોનો લાભ ૬૪૭ લાભાર્થીઓએ લીધો હતો.
સેવાસેતું કાર્યક્રમની મુલાકાત ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર પ્રવિણભાઇ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા અને ગાંધીનગરના ધારાસભ્ય અશોકભાઇ પટેલે લીધી હતી. સેવાસેતું કાર્યક્રમના આયોજનની બારીકાઇથી નિરીક્ષણ કરીને સેવાસેતુંમાં આવેલા અરજદારો પાસેથી કાર્યક્રમ અંગેના પ્રતિસાદ મેળવ્યા હતા.