કોઈ મારી આંગળી કાપી નાખશે તો જ મેલબર્નની ટેસ્ટમાં નહીં રમુંઃ ફિન્ચ

802

બુધવારે ‘બૉક્સિગં ડે’ નિમિત્તે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અહીં શરૂ થનારી ચાર મૅચવાળી શ્રેણીની ત્રીજી ટેસ્ટ (સવારે ૫.૦૦ વાગ્યાથી લાઇવ)માં કોઈ ભોગે રમવાનો નિર્ધાર યજમાન ટીમના ઓપનર ઍરોન ફિન્ચે કર્યો છે. પર્થ ખાતેની તેને ગઈ મૅચમાં બૅટિંગ દરમિયાન મોહંમદ શમીના બૉલમાં જમણા હાથની પહેલી આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી. તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘મારે ગમેએમ કરીને બૉક્સિગં ડેની ટેસ્ટમાં રમવું જ છે. હવે તો કોઈ મારી આ આંગળી કાપી નાખે તો જ નહીં રમું. બાકી તો હું એ મૅચ ક્યારે શરૂ થાય એની રાહ જોઈ રહ્યો છું.’

ફિન્ચને ભૂતકાળમાં એ જ આંગળીમાં ઈજા થઈ હતી. વન-ડે તથા ટી-ટ્‌વેન્ટીના આ કૅપ્ટને કહ્યું કે ‘મને પર્થમાં આંગળી પર બૉલ વાગ્યો ત્યારે મને જાણે એમ લાગ્યું કે મારી આંગળી ફાટી જ જશે. મને અગાઉ નેટ-પ્રૅક્ટિસ દરમિયાન મિચલ સ્ટાર્કના બૉલમાં આ જ આંગળી પર ઈજા થઈ હતી.’

Previous articleઆલિયા અને કલ્કીની સાથે રણવીરના લિપ લોકના સીન
Next articleવિરાટથી નથી કોઈ નારાજગી ખેલાડી તરીકે તે મને પસંદ છેઃ પેન