ભારત ફિલ્મની ઓફર કરીના કપુરને કરાઇ હતી : અહેવાલ

1178

સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતને લઇને કેટલીક નવી નવી બાબતો સપાટી પર આવી રહી છે. હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મમાં કરીના કપુરને પણ લીડ રોલની ઓફર કરવામાં આવી હતી. જો કે કરીના કપુરે આ રોલ કરવાનો ઇન્કાર કર્યો હતો. કેટલાક કારણોસર કરીના કપુરે પણ રોલની ઓફરને ફગાવી દીધી હતી. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીને લઇને કેટલીક સમસ્યા આવી હતી. કેટરીના કેફ ફિલ્મમાં કામ કરી રહી છે. હવે તેની સાથે દિશા પટણીને પણ રોલની ઓફર કરવામાં આવી ચુકી છે. કેટરીના કેફ ફિલ્મમાં આવ્યા બાદ તકલીફ સર્જાઇ હતી. હાલમાં કરીના કપુરે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે તેને થોડાક સમય પહેલા એક સુપરસ્ટાર સાથે ફિલ્મની ઓફર થઇ હતી. આ ફિલ્મ માટે તેને દુનિયાના કેટલાક દેશોમાં શુટિંગ કરવાની જરૂર હતી. જેમાં ૮૦થી ૯૦ દિવસનો સમય લાગી શક્યો હોત. સતત પ્રવાસ અને લાંબા ગાળા સુધી શુટિંગના કારણે તે ફિલ્મમાં કામ કરવા માટે ઇન્કાર કરી ચુકી છે. કરીના કપુરે કહ્યુ હતુ કે લાંબા ગાળા સુધી શુટિંગના કારણે તેને પુત્ર તેમુર સાથે સમય ગાળવાની તક પણ ન મળી હોત. કરીના કરપુરે કહ્યુ છે કે પોતાના પુત્રને ધ્યાનમાં લઇને હવે તે ફિલ્મમાં કામ કરી રહી નથી. કારણ કે ફિલ્મના કારણે તે તેમુરની કાળજી લઇ શકી ન હોત. તેનુ કહેવુ છે કે તેની પ્રથમ પ્રાથમિકતા હવે તેમુર છે. તેને તેમુરને એકલો છોડવા માટે તૈયાર નથી. આ નિવેદન આવ્યા બાદ એવુ જાણવા મળ્યુ છે કે પ્રિયંકા ચોપડાએ ફિલ્મને ફગાવી દીધા બાદ કરીના કપુરને ફિલ્મ માટે ઓફર કરવામાં આવી હતી. ભારત ફિલ્મનુ શુટિંગ દુનિયાના સાત દેશોમાં કરવામાં આવનાર છે. લાંબા સમય સુધી ફિલ્મના હિસ્સા તરીકે રહેવાના કારણે પ્રિયંકા ચોપડા અને કરીના કપુરે ફિલ્મ ફગાવી દીધી હતી. સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતને લઇને કેટલીક નવી નવી બાબતો સપાટી પર આવી રહી છે. હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મમાં કરીના કપુરને પણ લીડ રોલની ઓફર કરવામાં આવી હતી.

Previous articleઉ. ભારતમાં તીવ્ર ઠંડી-ધુમ્મસ : ૮ના મોત
Next articleસોનમની ’એક લડકી કો દેખા તો…’ ની સ્ટોરી લવ જેહાદ પર આધારિત