સોનમની ’એક લડકી કો દેખા તો…’ ની સ્ટોરી લવ જેહાદ પર આધારિત

1062

બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને રાજકુમાર રાવ સ્ટાર ફિલ્મ ’એક લડકી કો દેખા તો એસા લગા’ હમણાથી ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનમ પહેલી વાર પિતા અનિલ કપૂરની સાથે નજર આવશે. હાલમાં ફિલ્મની સ્ટોરીને લઇને નવા ખુલાસા સામે આવ્યા છે. ખબરોની માનીએ તો આ લવ જેહાદ પર આધારિત ફિલ્મ હશે. તેના સિવાય પણ એમાં ઘણા બધા ટિ્‌વસ્ટ છે. ૨, ૩ દિવસોમાં ફિલ્મને લઇને એક સ્પેશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન શૈલી ચોપડા ધરે કર્યુ છે અને એ આવતા વર્ષે ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ રિલીઝ થશે. એમાં સોનમ, રાજકુમાર અને અનિલ કપૂર સિવાય જૂહી ચાવલા પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે.

તમને જણાવી દઇએ કે તેનુ ટાઇટલ ’એક લડકી કો દેખા તો એસા લગા’ ૯૦ ના દાયકા ની ફિલ્મ ૧૯૪૨ઃ અ લવ સ્ટોરી ના હિટ ગીત પરથી લેવામાં આવ્યુ છે, જેમાં અનિલ કપૂર અને મનીષા કોઇરાલા સાથે નજર આવ્યા હતા. જોકે સોનમ હમણા ફિલ્મ જોયા ફૈક્ટરની શુટીંગમાં વ્યસ્ત છે, એમાં તેનો ઓપોજીટ સાઉથનો એક્ટર દલકીર સલમાન છે.

Previous articleભારત ફિલ્મની ઓફર કરીના કપુરને કરાઇ હતી : અહેવાલ
Next articleઆલિયા અને કલ્કીની સાથે રણવીરના લિપ લોકના સીન