રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મ ગલી બોય હવે આ વેલેન્ટાઇન ડે પર રજૂ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે ફિલ્મમાં રણવીર સિંહ કેટલાક કિસિંગ સીન કરનાર છે. ફિલ્મમાં કિસિંગ સીન આલિયા ભટ્ટ અને કલ્કી સાથે કરનાર છે. ગલી બોય વેલેન્ટાઇન ડેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ પ્રેમની સિઝનમાં ભારે ચર્ચા જગાવી શકે છે. ફિલ્મ મુંબઇના એક રેપરની પટકથા પર આધારિત છે. મિડિયા રિપોર્ટમાં કહેવલામાં આવ્યુ છે કે ગલી બોય ફિલ્મમાં રણવીર સિંહ માત્ર રેપ કરતા જ નજરે પડનાર નથી પરંતુ બંને ફિમેલ સ્ટાર સાથે કિસિંગ સીન કરતો પણ નજરે પડનાર છે. ફિલ્મમાં રણવીરની સાથે આલિયા ભટ્ટ અને કલ્કિને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આલિયાની સાથે રણવીરના ત્રણ કિસિંગ સીન ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે કલ્કિની સાથે બે કિસિંગ સીન તેના રાખવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આલિયા ભટ્ટ સાથેના કિસિંગ સીનના શુટિંગની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે કલ્કીની સાથે કિસિંગ સીનના શુટિંગ હજુ બાકી રાખવામાં આવ્યા છે. જોયા અખ્તર દ્વારા આ ફિલ્મ બનાવવામા ંઆવી રહી છે. ફિલ્મને ૧૪મી પેરુઆરીના દિવસે રજૂ કરવાની યોજના છે. વેલેન્ટાઇન ડેના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ વર્ષ ૨૦૧૯માં બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રમિયિર તરીકે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ ફેસ્ટિવલ સાતથી ૧૭મી ફેબ્રુઆરીના દિવસે યોજાશે. રણવીર અને આલિયા ઉપરાંત ગલી બોયમાં કલ્કી અને સિદ્ધાંત ચતુર્વેદી પણ નજરે પડનાર છે.