૧૪ વર્ષીય ગોલ્ફર અર્જુન ભાટીએ મલયેશિયામાં આયોજિત યુએસ કિડ્સ જૂનિયર ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયન ૨૦૧૮નો પુરસ્કાર પોતાને નામ કર્યો. હકીકતમાં આ પ્રતિયોગિતામાં ૨૯ દેશોનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. પરંતુ ભાટીએ આ પુરસ્કારને જીતીને દેશનું નામ રોશન કર્યુ છે.
તમને જણાવી દઇએ કે અર્જુને અમેરિકાનાં એક્સલ મોહરૂને હરાવીને આ પુરસ્કાર પર કબ્જો હાંસલ કર્યો છે. પુરસ્કાર જીત્યા બાદ અર્જુને કહ્યું કે,’હું દુનિયાનો નંબર-૧ ગોલ્ફર બનવા ઇચ્છું છું અને ભારત માટે ગોલ્ડ મેડલ લાવવા ઇચ્છું છું.” તમને જણાવી દઇએ કે ગ્રેટર વેલી સ્કૂલ, ગ્રેટર નોએડામાં ભણે છે.