મનપામાં પાર્કિંગ, અવ્યવસ્થા અને ઠેરઠેર કચરાના ઢગ

685

ગાંધીનગર મહાનગર સેવા સેવાસદન બિલ્ડિંગમાં સૌથી મોટી સમસ્યા છે પાર્કિગની છે. આ ઉપરાંત પીવાના પાણી અને મુતરડી પણ સ્વચ્છ કરાતા નહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સાથે બિલ્ડીંગમાં ફેકાતા કચરાને નિયમિત નહી ઉઠાવવાથી કંપાઉન્ડમાં તેના ઢગલા જોવા મળે છે.

એક તરફ સરકાર સ્વચ્છતા અંગે વધુ પ્રયત્નો કરી રહી છે. જયારે પાટનગરમાં જ ઉલટી ગંગા જોવા મળે છે. આમ શહેરમાં સ્વચ્છતાની વાત પછી પરંતુ મહાનગર પાલિકામાં દિવા તળે અંધારા જેવો ઘાટ થયો છે.  કોર્પોરેશનથી લઈને વિવિધ કચેરીઓ અહીં આવી છે જેને પગલે કર્મચારીઓ સાથે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં અવરજવર કરે છે.

જોકે, પાર્કિગ માટે યોગ્ય જગ્યા ન હોવાથી લોકોને પોતાનું વાહન મુકવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી આવી સમસ્યામાંથી લોકોને છુટકારો મળે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવે તે જરૂરી છે.

Previous articleવાયબ્રન્ટ : ગુજરાતની ભાવિ વિકાસ યોજના ‘ગુજરાત સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨’ ઇવેન્ટમાં રજૂ થશે
Next articleવાઇબ્રન્ટ સમિટમાં “મોબિલિટી લેડ અર્બન ડેવલપમેન્ટ” વિષય પર સેમિનાર યોજાશે